Selected Category

Yuva Hava

યુવા હવા (Yuva Hava)

Yuva Hava
Yuva Hava

About the Book

'યુવા હવા' આ પુસ્તકનાં પાનાઓને નવા જમાનાની હવા લાગી ગઈ છે. ફ્રેન્ડશિપ,લવ, મેરેજ, સેક્સ , ફેશન, બ્યુટીકોન્ટેસ્ટ, પોપમ્યુંઝીક અને દીસ્કોદાંડિયાને અહીં ઉત્સાહથી આવકાર છે. તો કૃષણ અને ગાંધી પણ ભૂલાય નથી. કિલન્ટન, ડાયેના,રોબીનસિંહ અને સબીર ભાટિયા જેવા ન્યુ રોલ મોડેલ્સની અહી ઝલક છે. તો દિવાળીના તહેવારથી માંડીને હિન્દુસ્તાનીઓની હાઇટ સુધીની બાબતોમાં આવેલ પરિવર્તનનું પ્રતિબિંબ છે. જીવનના પરોઢને સ્પર્શતા વિષયો - કેરિઅર, સુપરહીરો, પ્રવાસ, માર્કેટીગ, ઈંગ્લીશ, ઈમોશનલ ઈન્ટેલીજન્સ, જનરલ નોલેજ, ક્રિકેટ, શિક્ષણ, પૈસા અને પરીક્ષાને આ પુસ્તકમાં વૈશ્વિક ફલકનો સંદર્ભ લઈને છેડવામાં આવ્યા છે. એમાં આધુનિક વૃદ્ધત્વ અને આધુનિક નારીત્વની વાતો છે. વિભક્ત કુટુંબની વકીલાત છે અને સેન્સરશિપથી આઝાદીના ખયાલાત છે ! એન.આર.આઈ.નું અવલોકન છે, તો નવાનક્કોર નામોનું સંકલન પણ છે. અહીં વિદ્રોહ નથી સલાહ કે શિખામણ નથી. વિશ્વને બદલી કાઢવાનું કાતિલ ઝનુન કે યુવાનોને ક્રાંતિનું છેતરામણું આહ્વાન નથી. માત્ર, યુવાહદયમાં ઊછળતી ઊર્મિઓનો જીવંત ચિતાર છે. અલબત, આ પુસ્તક 18 થી 35 વર્ષ સિવાય લોકો માટે પ્રતિબંધિત નથી ! બલકે, એ યુવાપેઢીને સમજવા અને નવા જમાનાને માણવા માંગતા તમામને માટે છે.

ISBN 12 849891011982Pages 320 Publication Date
Author Publisher Navbharat Language Gujarati Category Essay FormatPhysical
    Rating
  •   1   2   3   4   5  

Customer Reviews

    Be a First Person to Review this Book.
Write a review
Feedback