અષ્ટાંગ યોગ (Ashtang Yog)

$4.00

SKU pra041
Categories ,

Description

‘નકશા હુકુમ ચલે ઈમારત, વૃક્ષ ચલે નિજ લીલા’ – આ વિધાન અધ્યાત્માંપથને અનીલ્ક્ષીને કહેવાયું છે. અધ્યાત્મનું સ્વરૂપ એવું છે કે તેનો સર્વસામાન્ય અને નિશ્ચિત મર્ગ ન હોઈ શકે. અધ્યાત્મપથ જમીન પર રચાયેલા માર્ગ જેવો નથી, પરંતુ આકાશમાં ઊડતાં પક્ષીઓના માર્ગ જેવો છે. આ માર્ગ નિર્ધારિત નથી, પરંતુ ક્ષણેક્ષણે નિર્ધારિત કરવો પડે તેવો માર્ગ છે., અર્થાત આ માર્ગ જીવંત માર્ગ છે. અધ્યાત્મપથનું આવું સ્વરૂપ હોવાથી અધ્યાત્મનો કોઈ નિશ્ચિત સધાનપથ (system) બનાવવાનું કાર્ય અશક્યવત છે. પરંતુ ભગવાન પતંજલિએ આ અશક્યવત કાર્યને શક્ય બનાવ્યું છે. તેમણે અધ્યાત્મનો એક સુરેખ , સ્પષ્ટ અને નિશ્ચિત માર્ગ બનાવી આપ્યો છે. આ માર્ગ છે – અષ્ટાંગ યોગ.