કળિયુગનો ઉદય (Kaliyug No Uday)

By આનંદ નીલકંઠન (Anand Neelakantan)

$14.58

Description

કળિયુગના રૂપમાં એક અત્યંત ભયાનક એવા અંધારિયા યુગનો. ઉદય થવા જઈ રહ્યો છે. કુરુસભામાં પાંડવો વતી યુધિષ્ઠિર અને કૌરવો વતી શકુનિએ, જુગારમાં પોતાનું સર્વસ્વ હોડમાં મૂકી દીધું છે, અને પોતપોતાના વિજય માટે છેલ્લીવારના પાસા ફેંકી દીધા છે. કૃષ્ણ પાંડવોના પક્ષે છે, પણ એમને પડકાર ફેંકવાની હિંમત દુર્યોધને કરી છે, જે પોતાને હસ્તિનાપુરની ગાદીનો ન્યાવિક વારસદાર અને. હક્કદાર સમજે છે. કળિયુગના ઓછાયામાં એક તરફ વિદ્દાનો, પંડિતો ધર્મ-અધર્મની ચર્ચા કરવામાં વ્યસ્ત છે, તો બીજી તરફ સત્તાભૂખ્યા પુરુષો અંતિમ ભીષણ યુદ્ધ માટે શસ્ત્રો સજાવી રહ્યા છે.
શું ઊંચ, નીચ, શ્રીમંત કે કંગાળ – દરેક વર્ગની સ્ત્રીઓએ. માત્ર લાચારભાવે જોઈ જ રહેવાનું છે? અજયથી શરૂ થયેલી કથા હવે આગળ વધી રહી છે.

Additional information

Weight 532 oz
Language

Gujarati