Description
કાગળની હોડી ”ની બધી વાર્તાઓનું ભરતકામ ઉકેલી જોવાનો આ પુસ્તકમાં આશય નથી ,પણ વસ્ત્રનું પોત અને રંગીન દોરાને જરા વધુ બારીકાઈથી જોવાનો પ્રયાસ છે .દરેક મનુષ્યના જીવનમાં અનેકવિધ સમસ્યાઓ આવે છે અને જીવનના સુંદર દ્વારે લોખંડી તાળાની જેમ લટકે છે ,એ તમામની ચાવીઓનો આ વાર્તાઓની કમરે ઝૂલતો નથી ,પણ દરેક સમસ્યા સામે આંખો ઉઘાડી રાખી ,સ્થિર નજરે બળ તો એ આપે છે .કાગળની હોડીમાં મુસાફરી તો નહી શકે ,પણ જેને મુસાફરી કરવી છે તેને તો એક કાગળિયાંમાંથી પણ દિશાસૂઝ મળી શકે .