ચંદ્રકાંત બક્ષી – સદાબહાર વાર્તાઓ (Chandrakant Bakshi – Sadabahar Vartao)

By ચંદ્રકાંત બક્ષી (Chandrakant Bakshi)

$7.00

Description

શ્રી ચંદ્રકાંત બક્ષીનો જન્મ 1932ના ઑગસ્ટની 20મી તારીખે બનાસકાંઠાના પાલનપુર ગામે થયો હતો. કલકત્તાની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ.ની પરીક્ષા ડિસ્ટિંકશન સાથે

તેમણે પાસ કરી. એ પછી એમ.એ. અને એલ.એલ.બી.ની પદવીઓ પણ મેળવી.

શ્રી ચંદ્રકાંત બક્ષીનાં અત્યાર સુધીમાં 200 ઉપરાંત પુસ્તકો પ્રગટ થયાં છે. સાહિત્યના વિવિધ પ્રકારોમાં તેમણે કામ કર્યું હતું. તેમની કૃતિઓ સાહિત્ય રસિક વિશાળ વર્ગમાં લોકપ્રિય છે.

શ્રી ચંદ્રકાંત બક્ષીની `પૅરેલિસિસ’, `પડઘા ડૂબી ગયા’, `આકાર’ વગેરે નવલકથાઓ એમની સર્જનશક્તિનાં નોંધપાત્ર પડાવો છે. બક્ષીની આગવી જીવનદૃષ્ટિ એમાં મૂર્ત થયેલી દેખાય છે. ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી, સંસ્કૃત, બંગાળી અને ઉર્દૂ ભાષાઓના તેઓ જાણકાર હતા.

1969માં તેઓ કલકત્તા છોડીને મુંબઈમાં સ્થાઈ થયા. તેઓએ નેપાળ, પાકિસ્તાન, અમેરિકા, ઇંગ્લૅન્ડ, એસ્ટોસ્ટોનિયા, લાતવિયા, રશિયા, ફ્રાંસ, મોરેશિયસ અને દક્ષિણ આફ્રિકાના પ્રવાસો કર્યા હતા. સન્ 1999માં મહારાષ્ટ્ર સરકારે તેમની મુંબઈના શેરિફ પદે નિયુક્તિ કરી હતી.

વાચકરાજ્જાના આ પ્રિય લેખકનું તા. 25 માર્ચ 2006ના રોજ અવસાન થયું.

Additional information

Weight 100 oz
Language

Gujarati