જેની આંખમાં અમી, તેને દુનિયા નમી (Jeni Aankh Ma Ami, Tene Dunia Nami)

By ફાધર વર્ગીસ પોલ (Father Varghese Paul)

$6.00

Description

કહેવાય છે કે જેવી જેની દ્રષ્ટિ, તેવી તેની સૃષ્ટિ.
આજના હરિફાઈભર્યા સમયમાં જીવન સખત મુશ્કેલ અને ગૂંચવણભર્યું બનતું જાય છે. અનેક જાતના પ્રશ્નો, મુશ્કેલીઓ અને ચિંતાઓથી આપણે સૌ ઘેરાયેલાં રહીએ છીએ. આપણે સતત આ મુશ્કેલીઓથી છૂટકારો મેળવવા માટે લડતાં જ રહેવું પડે છે. તમે ક્યારેય એવું વિચાર્યું છે કે આવી મૂંઝવણોથી બચવાનો. ઉકેલ ક્યાંથી મળે? એવું તો શું કરી શકાય કે જીવનમાં શાંતિ અને ઉલ્લાસનો ઈશ્વરીય અનુભવ થાય? દરેક પ્રશ્નોને જોવાની આપણી દ્રષ્ટિમાં જ અનેક મુશ્કેલીઓનાં મૂળ રહેલાં હોઈ શકે છે. જીવનને સારી, સાચી અને સમજપૂર્વક જોવાની, વિચારવાની દ્રષ્ટિ બદલી શકીએ ત્યારે ઉકેલો તો આપોઆપ શોધતાં જ આવે.
આ પુસ્તકના તમામ નિબંધો – જીવાતા જીવનના અલગ અલગ એંગલથી ઝીલવામાં આવેલાં ફોટોગ્રાફ્સ જેવાં છે. જે તમને તમારી જાત સાથેનો નોખો-અનોખો પરિચય કરાવીને સાચી દિશામાં લઈ જતાં શીખવશે…