ઝવેરચંદ મેઘાણી – સદાબહાર વાર્તાઓ (Zaverchand Meghani – Sadabahar Vartao)

By ઝવેરચંદ મેઘાણી (Zaverchand Meghani)

$7.00

Description

જન્મઃ 28 ઑગસ્ટ 1896. 1917માં ભાવનગરની હાઇસ્કૂલમાં શિક્ષક થયા. 1918માં કલકત્તા જઈ ચડ્યા. પહેલવહેલું ગીત `દીવડો ઝાંખો બળે’ રચાયું.

1923માં `સૌરાષ્ટ્રની રસધાર’નો પહેલો ભાગ બહાર પડ્યો ને લેખક તરીકે જાણીતા થયાં. 1927 સુધીમાં `રસધાર’ના પાંચ ભાગ પૂરા થયા. 1928-29માં બાલ-કિશોર ને નારી-ભાવને ઝીલતાં, પોતે `પ્રિયત’ ગણેલાં ગીતોના સંગ્રહો `વેણીનાં ફૂલ’ અને `કિલ્લોલ’ આપ્યા. 1929માં લોકસાહિત્યના સંશોધન બદલ પહેલો `રણજિતરામ સુવર્ણચંદ્રક’ (1928) અર્પણ થયો.

1931માં ગોળમેજી પરિષદમાં લંડન જઈ રહેલા ગાંધીજીને સંબોધતું `છેલ્લો કટોરો’ કાવ્ય લખ્યું. એ જોઈને ગાંધીજી એ કહ્યું : `મારી સ્થિતિનું આમાં જે વર્ણન થયું છે એ તદ્દન સાચું છે.’ તે પછી મેઘાણી `રાષ્ટ્રીય શાયર’ તરીકે ઓળખાયા.

1945માં 23 વરસના પત્રકાર જીવનમાંથી નિવૃત્તિ લીધી. રવિશંકર મહારાજના જીવન-અનુભવોનું પુસ્તક `માણસાઈના દીવા’ લખ્યું. 1946માં ગુજરાતી સાહિત્ય પરિષદના સોળમા અધિવેશનમાં વિભાગના પ્રમુખ બન્યા. 1947માં માર્ચની 9મીએ દેહ છોડ્યો.

Additional information

Weight 95 oz
Language

Gujarati