તસલ્લી (Tasalli)

By અશોકપુરી ગોસ્વામી (Ashokpuri Goswami)

$7.00

Description

આજે ગઝલોનો લીલો દુકાળ વરતાઈ રહ્યો છે એવા માહોલમાં, ચોમાસાના સ્વભાવ મુજબ હજી પણ સમરસ અને લયબદ્ધ વરસતા વરસાદ જેવી ગઝલોનું સર્જન થઈ રહ્યું છે એ ગઝલ સાહિત્યના ભવિષ્ય માટે સારા સંકેત છે. પરંપરિત છંદની કાયામાં કે છપ્પાની છાયામાં આધુનિકતાના આત્માને ગાતો કરવો એ ભલે અશક્ય નહીં, દુષ્કર તો છે જ ! પણ ગઝલ જેના શ્વાસમાં વવાઈ ગઈ છે અને શબ્દમાં ઊગી નીકળી છે એવા ગઝલ સર્જકો માટે કશું જ દુષ્કર નથી, અને એટલે જ એમની ગઝલોને કાળનો કાટ લાગતો નથી. અમુકની ગઝલો ભૂલાઈ જાય છે અને અમુકની ગઝલો ભૂલવી હોય તો પણ ભૂલાતી નથી એનું કારણ શું? ગઝલમાં એવું તે કયું તત્ત્વ પરમતત્ત્વની જેમ રસાઈ ગયું છે કે કેટલીક ગઝલોને સમવે પોતાની ક્રેમમાં મઢી લીધી છે? પરમતત્ત્વની સાથે સંવાદ સાધતા અસ્તિત્વની ગઝલોનો મિજાજ કેવો હોય? આ બધા પ્રશ્નોનું સમાધાન તમને આ ગઝલ સંગ્રહમાંથી ચોક્કસ મળશે, કેમ કે આ બધી ગઝલો જીવનના કૌતૃકમાંથી પ્રગટેલી છે!

Additional information

Weight 244 oz
Language

Gujarati