Description
જેફ્રી આર્ચર પાથસ ઓફ ગ્લોરી’ આ પુસ્તકમાં એવા પુરુષની વાર્તા છે જેણે બે સ્ત્રીઓને ચાહી અને બેમાંથી એક સ્ત્રી તેના મૃત્યનું કારણ બની. કેટલાક લોકો સ્વપ્ન જુએ છે જે હિંસક કહી શકાય તે પ્રકારના હોય છે. આ સ્વપ્નો જો સાકાર થાય તો ઇતિહાસમાં તેમનું સ્થાન નિશ્ચિત બની જતું હોય છે. ફ્રાન્સિસ ડ્રેક, રોબર્ટ સ્કોટ, પર્સી ફેવીટ, ચાર્લ્સ લિન્ડબર્ગ, એમી જહોનસન, એડમંડ હિલેરી અને નીલ આર્મસ્ટ્રોંગ ઈતિહાસ રચનારા નામો છે. પણ એ પુરુષનું શું જેણે સ્વપ્ન જોયું અને તેનું સ્વપ્ન પર્ણ પણ થયું પણ તેની સ્વપ્નપૂર્તિની સાબિતી ક્યાંય હાથ ન લાગી. “પાથસ ઓફ ગ્લોરી” આવા જ પુરુષની કથા છે.