પીળો પડછાયો (Pilo Padchhayo)

By રમેશ ચૌહાણ (Ramesh Chauhan)

$7.00

Description

રમેશ ચૌહાણ એ નવી ગઝલનું જૂનું થઈ ગયેલું નામ છે. એમના `પીળો પડછાયો’ પૂર્વે બે ગઝલસંગ્રહ પ્રગટ થઈ ચૂક્યા છે. આ ત્રીજા સંગ્રહ થકી ત્રિદલ રચવાનો પ્રયાસ છે. એમની રચનાઓ જાણીતા ગાયકોએ ઉમળકાથી ગાઈ છે. મોટા ભાગના સામયિકોમાં પ્રગટ થઈ છે. સાહિત્યના વિવિધ સ્વરૂપમાં કામ કર્યું છે પણ ગઝલ એમનો ગમતો પ્રકાર છે. ગઝલમાં એમનું અસ્તિત્વ ડોકાય છે.

આ સંગ્રહમાં ઇન્દ્રધનુષ્યનો થાળ છે. વેદના-સંવેદના સાથે પીડા-પડકાર પણ છે. જિજીવિષા ઝંકાર અને જાહોજલાલીના જલસા છે. સાચો કવિ ભાવ કે ભાષાના બીબામાં કદી બંધાતો નથી. એમને સરકારી પદ કરતા સાહિત્યના પદમાં વધુ રસ પડે છે. અધિકારી કરતા શબ્દના સેવક બનવાનું વધુ પસંદ

કરે છે. મુશાયરામાં એમનો અંદાજે બયા માણવા જેવો છે. અનેક નવકવિ સાથે ખભેખભો મિલાવીને ઊભા રહ્યા છે. બહુ ઓછા વર્ષોમાં એમનું નામ જાણીતું થયું છે. નિરાભિમાનીપણું અને નિખાલસતા એમનો વિશેષ રહ્યો છે. મંજિલની આગળ હજુ એક મંજિલ છે. રમેશ ચૌહાણની શબ્દસફર ઝળહળતી રહે એવી શુભશબ્દકામના.–હરદ્વાર ગોસ્વામી

Additional information

Weight 160 oz
Language

Gujarati