પુષ્પદાહ (Pushpadaah)

By રજનીકુમાર પંડ્યા (Rajnikumar Pandya)

$15.15

Description

અમેરિકાના આકર્ષણે ભૌતિક રીતે તો ગુજરાતીઓને સદ્ધર કર્યા, પણ વરસોથી દઝાડતો સવાલ એ છે કે જેઓ પોતાના શ્વાસમાં ભારતીય સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિનું સુગંધસરોવર ભરીને ગયાં છે, એમાંના કેટલાં પરિવારો આજે એ. સુગંધસરોવરમાં સરી રહ્યાં છે? તરી રહ્યાં છે?
ગુજરાતની ધરતી પરથી સાહિત્યકાર રજનીકુમાર પંડ્યા જાય છે અમેરિકાના આકાશ નીચે આકાર લેતી ગુજરાતી પરિવારોનાં બે ભૂલકાંની, ડાયવોર્સને કારણે બેસતી કઠણાઈની કથા આલેખવા. ડૉલરિયા દેશમાં ગુજરાતી દામ્પત્યની કારૃણી કંઈ જૂદી જ રીતની.
ગ્રીનકાર્ડની નિસરણી, દેશમાં ચડી ગયેલું દેવું, સંપૂર્ણ ભૌતિકવાદી અમેરિકી વાતાવરણની ઝેરી અસર, ગણતરીઓની શતરંજ. અંહી છે સંતાનો, માતા-પિતા, દાદા-દાદી વચ્ચે ચાલતા લાગણીઓના રંગરંગીન આટાપાટા, લેખક કહે છે એમ અ; નવલકથાનો નક કોઈ વ્યક્તિ નથી, પણ મને તો “ગ્રીનકાર્ડ’ લાગે છે. આવા જ એક ગ્રીનકાર્ડના અગ્નિકુંડમાં જન્મેલાં પુષ્પને નાનાં-મોટાં અહમ, અસહ્ય સ્ખલનો અને અણસમજની આગમાંથી બચાવી લેવાના એકમાત્ર માનવીય અભિગમનું નક્કર પરિણામ એટલે જ પુષ્પદાહ….. પુષ્પને જ્યારે દાહ અનુભવાયો હશે ત્યારે એની ચીસ તમને આ પુસ્તક વાંચતાં ન સંભળાય અને તમારી આંખ ભીની ન થાય એ શક્ય જ નથી. અમેરિકામાં જ પાત્રો વચ્ચે જીવીને, એમનામાં એકરૂપ થઈને લખાયેલી આ પહેલી જ ઇન્ડો-અમેરિકન નવલકથા એટલે કે ડોક્યુનોવેલ “પુષ્પદાહ’”.

Additional information

Weight 556 oz
Language

Gujarati