સરળતાથી વિજ્ઞાન શીખો (Saralta Thi Vigyan Shikho)

By ડી. એસ. ઇટોકર (D. S. Itokar)

$7.00

Description

બાળકના વર્તનમાં પરિવર્તન લાવતું પુસ્તક! માત્ર મનુષ્યને જ જિજ્ઞાસાનું વરદાન મળ્યું છે. નાનાં બાળકોમાં જિજ્ઞાસાવૃત્તિ ખૂબ જ સતેજ હોય છે અને એટલે જ એ વૃત્તિને સંતોષવા માટે દરેક બાળક કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરે છે.દરેક બનતી ઘટના પાછળ કંઈક ને કંઈક વૈજ્ઞાનિક કારણ હોય છે. જ્યાં સુધી આ કારણની જાણકારી તમને નહીં થાય ત્યાં સુધી તમને એ ઘટના બનવા. પાછળનો હેતુ સમજાશે નહીં!
મિત્રો, આવી જ મીઠી મૂંઝવણ બાળકોને પણ થતી હોય છે. એ તો શેજબરોજના જીવનમાં બનતી કુદરતી ઘટનાઓ કે માનવસર્જીત ઘટનાઓ જાણવા માટે “આમ કેમ બન્યું?’, “કોણે આ કર્યું?’, “આને શું કહેવાય?’, “એનો. આકારકેરંગ આવો કેમ છે?’ જેવા અનેક જિજ્ઞાસાપ્રેરક પ્રશ્નો પૂછતું જ હોય છે! આવા એક નહીં અનેક કૌતુકપ્રિય પ્રશ્નોના જવાબો તમારા હાથમાં રહેલા પુસ્તકમાં સમાયેલા છે! મોબાઇલ-ટેબલેટના વળગણમાંથી મુક્ત કરવા માટે તમારાં બાળકને માત્ર એકવાર, આ પુસ્તક વંચાવો, જુઓ પછી આ પુસ્તકનો જાદુ! બાળકના ચિત્તમાં પડેલી જિજ્ઞાસાવૃત્તિ આળસ મરડીને જાગી જશે અને વિજ્ઞાનની અજાયબ દુનિયામાં મશગૂલ થઈ જશે! એકવાર આવું કરી જુઓ અને અનુભવો તમારા બાળકની વૃત્તિ-પ્રવૃત્તિમાં આવી રહેલું સર્જનાત્મક પરિવર્તન!

Additional information

Weight 260 oz
Language

Gujarati