સુખી ફેમિલીના Funda (Sukhi Family Na Funda)

By એન. રઘુરામ (N. Raghuraman)

$7.00

Description

મોટાભાગના ફેમિલીમાં નાના-મોટા અહમને કારણે પેદા થતી થોડી ગેરસમજ અને થોડી અણસમજને કારણે વાતાવરણ એકદમ તણાવયુક્ત રહે છે. આની અસરો પરિવારના દરેક સભ્યના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. સંયમ અને સહનશક્તિના અભાવે સંબંધો તૂટવા માંડે છે. ખંડિત સંબંધોને લીધે ઘર અખંડ નથી રહી શકતું.
વ્યક્તિ એટલું સમજી જાય કે એ પોતાના પરિવારની બહાર જે કંઈ શોધે છે એ તો એના ખુદના ઘરમાં જ મળી શકે એમ છે, તો એનું ફેમિલી સ્વયમ્‌ સુખનો પર્યાય બની જાય! તમે જો એટલું જ સમજો કે તમારો ફેમિલી મૅમ્બર જ તમારો આજીવન મિત્ર છે તો બહારના મિત્રથી ક્યારેય છેતરાઈ જવાનો ભય નથી રહેતો! તમારા ફેમિલીમાં જ નાની-મોટી દરેક વ્યક્તિ સાથેનો સંબંધ જેટલો મજબૂત, તમારી લાઇફ એટલી જ સ્વસ્થ, પ્રસન્ન અને આનંદી!
નાના-મોટા પ્રશ્નો, મૂંઝઝણો અને ચિંતાઓથી પરિવારને દૂર રાખીના સરળ ફોર્મ્યુલા આ પુસ્તકના દરેક ફન્ડામાંથી તમને મળશે.

Additional information

Weight 220 oz
Language

Gujarati