સ્ત્રીશક્તિ: મારી દ્રષ્ટિએ (Stri Shakti: Mari Drashtie)

By કિરણ બેદી (Kiran Bedi)

$6.00

Description

આ પુસ્તકમાં લેખિકાએ સ્ત્રીના જીવન વિષે વાત કરી છે કે સ્ત્રી હોવું એટલે આશીર્વાદ અને અભિશાપ બંને- સ્ત્રી પોતે ધારે તો મહામૂલી મૂડી બની શકે, નહી તો બોજારૂપ બની જાય છે. પોતે શું બનવા માંગે છે તેના પર જ બધો આધાર છે. સ્ત્રી જયારે આર્થિક રીતે સ્વતંત્ર હોય ત્યારે તે મહામૂલી મૂડી બની શકે છે. જયારે તે અશિક્ષિત અને આર્થિક રીતે પગભર ન હોય ત્યારે બોજારૂપ બની જાય છે. અમુક સંજોગોમાં તે સ્ત્રી તદ્દન લાચાર અને ગુલામી બની જાય છે. આખા વિશ્વમાં આજે લાખો મહિલાઓ આ લાચાર અને બોજારૂપ જિંદગી જીવી રહી છે. જ્યાં સુધી સ્ત્રીઓ ‘આપવા’ ના બદલે ‘લેવા’ ની પરિસ્થિતિમાં હશે ત્યાં સુધી તેને અન્યાય થયા જ કરશે. ”દેશમાં એક છેડેથી બીજે છેડે સતત મુસાફરી કરતી વખતે સાચા અર્થમાં ઘણી સ્ર્વતંત્ર મહિલાઓ મારી નજરે ચડે છે અને સાથે સાથે તદ્દન ગુલામીની અવસ્થામાં જકડાયેલી અસહાય મહિલાઓ પણ જોવા મળે છે.” ”મારી આ સફર દરમિયાન હું જોઉં છું, સાંભળું છું,વાંચું છું તે બધાથી વ્યથિત થાઉં છું. હું આ પરિસ્થિતિ માટે શું કરું? તેથી મેં જોયું છે તેને અહી વ્યક્ત કરું છું, કારણ કે પોતાની વાત બીજા સામે ઠાલવવાનું અને બીજાને સમજાવવાનું મુલ્ય હું જાણું છું તેથી કલમની તાકાતથી મારો અવાજ પહોચાડવાનું ચાલુ જ રાખીશ”.