Logo

  •  support@imusti.com

Sardar Vallabhbhaina Bhashano (સરદાર વલ્લભભાઈના ભાષણો)

Price: $ 9.57

Condition: New

Isbn: 9788172294557

Publisher: Navajivan Trust

Binding: Paperback

Language: Gujarati

Genre: Reference,Anthologies and Collections,

Publishing Date / Year: 2013

No of Pages: 479

Weight: 1.65 Pound Pound

Total Price: $ 9.57

    0       VIEW CART

સરદાર પટેલના વ્યક્તિત્વના અનેક નાનામોટા ગુણોનો પરિચય મેળવવાનું એકમાત્ર સાધન એમનાં ભાષણો છે. એમનું તેજ, એમની નિર્ભયતા, એમનું શુર, એમની અખૂટ ધીરજ, અન્યાય વિષે બાળી મુકે એવી ચીડ અને ગુજરાતના ખેડૂત વર્ગને ટટાર કરવાની ને તેજસ્વી બનાવવાની એમની તાલાવેલી - એ બધાં ને એવાં બીજાં એમના ચારિત્રના લક્ષણો એમનાં ભાષણોમાં બરાબર પ્રતિબિંબ થાય છે. એમની વાણી દ્વારા ગુજરાતી બોલીનું જે તેજ અને જે સામર્થ્ય પ્રગટ થયું છે તેવું બીજે ભાગ્યે જ થયું હશે. હૃદયમાં સોંસરા ઉતરી જાય એવા રૂઢ પ્રયોગોવાળી જુસ્સાદાર તળપદી ભાષા અને શૈલીનો એક નવો જ પ્રકાર આ પુસ્તક દ્વારા સંગ્રહીત સ્વરૂપમાં રજુ થાય છે અને તે આપણા સાહિત્યમાં એક નવી જ ભાત પાડે છે. ગુજરાતની અને અમુક અંશે સમસ્ત હિન્દુસ્તાનની ગાંધીયુગની પ્રજાજાગૃતિમાં સરદાર પટેલનો ફાળો કેવો હતો તે જાણવાના સાધન તરીકે, ખુદ સરદાર પટેલનો ઉછરતી તેમ જ ભાવિ પેઢીને સાચો પરિચય કરાવવાને માટે, તેમના વ્યક્તિત્વના ગુણો પ્રગટ કરવાને માટે, પાછલાં ત્રીસ વરસ દરમિયાન ગુજરાતમાં થયેલી પ્રજાજાગૃતિના ઈતિહાસ દસ્તાવેજ તરીકે અને એક પુરુષાર્થી, સમર્થ તેમ જ તેજસ્વી પુરુષની વાણીમાં ગુજરાતી બોલી કેવી સમર્થ બની શકે છે તે જોવા માટે સરદાર પટેલનાં આ ભાષણો એક કીમતી સાધન થઇ પડશે।