Logo

  •  support@imusti.com

Ek Chaal Tari…Ek Chaal Mari (એક ચાલ તારી...એક ચાલ મારી)

Price: $ 12.81

Condition: New

Isbn: 9789351980650

Publisher: Navbharat Sahitya Mandir

Binding: Paperback

Language: Gujarati

Genre: Current Affairas and Pollitics,

Publishing Date / Year: 2015

No of Pages: 422

Weight: 350 Gram

Total Price: $ 12.81

    0       VIEW CART

ચિત્રલેખા'ની આ ધારાવાહિક લઘુનવલકથાના લેખિકા પિન્કી દલાલ 1986થી ફીલાન્સ પત્રકાર રૂપે કારકિર્દી શરૂ કરીને 'ફેમિના'(અંગ્રેજી), 'મનોરમા', 'મનોહર કહાનિયાં'(હિન્દી) તથા 'ચિત્રલેખા', 'અભિયાન', 'ગુજરાત સમાચાર' અને 'સમકાલીન'માં કામગીરી બજાવી. એ પછી 1995થી 1997 દરમિયાન 'મુંબઈ સમાચાર'માં તંત્રી વિભાગની અનેકવિધ જવાબદારી નિભાવ્યા પછી 1997માં 'મુંબઈ સમાચાર'માં કાર્યકારી તંત્રી અને 2001માં તંત્રી તરીકે નિયુક્ત થયાં હતાં. આ સમયગાળા દરમિયાન એમનાં ત્રણ પુસ્તક પ્રકાશિત થયાં. એમાં 2003માં પ્રકાશિત નવલકથા 'મોક્ષ'ને 'ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી' તરફથી શ્રેષ્ઠ નવલકથા માટે દ્વિતીય અને 'મહારાષ્ટ રાજ્ય સાહિત્ય અકાદમી' તરફથી પ્રથમ પારિતોષિક મળ્યું. એ પછી 2006માં લેખસંગ્રહ 'ઉત્તાન' અને 2007માં 'શતરૂપા' પુસ્તક રૂપે પ્રગટ થયાં. પિન્કી દલાલ હવે ફરી એક વાર ફીલાન્સ જર્નાલિસ્ટ રૂપે 'સંદેશ'માં 'મન-વુમન' કોલમ તથા 'ચિત્રલેખા'માં પ્રવાસલેખો ઉપરાંત વિવિધ વિષય પર નિયમિત બ્લોગ પણ લખે છે.