$20.00
Genre
Inspirational
Language
Gujarati
Publisher
R. R. Sheth & Co. Pvt. Ltd.
Publication date
1 January 2020
ISBN
9789390298440
સદીઓ પહેલાંના ભારતીય ઋષિમુનિઓ ૧૦૦ વર્ષ ઉપરાંતનું લાંબુ, સુખી અને સ્વસ્થ જીવન જીવતા હતા. પણ શું આજે એ શક્ય છે? હા, શક્ય છે!
જાપાનમાં એક ટાપુ છે, ઓકિનાવા. અહીં આજે પણ ૧૦૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ આનંદમાં જીવી રહી છે! શું છે એ લોકોના લાંબા, સુખી અને સ્વસ્થ જીવનનું Secret?
એ જાદુઈ અને અનોખું રહસ્ય છે – ઇકિગાઈ. ઇકિગાઈ એટલે ‘જીવનનો ઉદ્દેશ્ય’.
જાપાનીઝ લોકો જ્યારે દુ:ખી હોય છે ત્યારે ખુદને જ પૂછતાં હોય છે કે, ‘ક્યાં ગઈ મારી ઇકિગાઈ?’ કારણ કે તે લોકો જાણે છે કે સુખ બહારથી નહીં, પણ પોતાની અંદરથી જ શોધવાનું હોય છે.
ઇકિગાઈના વિચારો વિશ્વભરમાં Fastest Growing Idea તરીકે ફેલાઈ રહ્યા છે. તમે ભલે કોઈ પણ ઉંમરનાં હો, અથવા ભલે કોઈ પણ વ્યવસાય કે ધર્મ સાથે જોડાયેલાં હો – આ પુસ્તકતમારાં જીવનની Unique સમજણ માટે Must Read છે.
ભારતીય સંસ્કૃતિનો ‘નિરામય દીર્ઘાયુ’નો ખોવાઈ ગયેલો વિચાર – આપણને જાપાનીઝ ઇકિગાઈ સ્વરૂપે હવે પાછો મળ્યો છે. ઇકિગાઈને – ભારતીય સંસ્કૃતિ, રીતિ-રિવાજો, વિચારધારામાંઢાળીને આપણી ભાષામાં લાવનાર સમર્થ સર્જક અને પત્રકાર રાજ ગોસ્વામીનું આ પુસ્તક તમને ‘તમારું સુખ’ શોધવા માટે ચોક્કસ મદદ કરશે. તો, તમે પણ તમારી ઇકિગાઈ શોધો અનેજીવનભર `ઍક્ટિવ’ રહો.
રાજ ગોસ્વામી વરિષ્ઠ પત્રકાર અને લેખક છે. તેઓ અંગ્રેજી વિષયમાં ગ્રેજ્યુએટ છે. 1986માં, અભ્યાસ દરમિયાન તેમણે આણંદ શહેરના દૈનિક ‘નયા પડકાર’માંથી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાર પછી તેઓ ‘ગુજરાત સમાચાર’ની મુંબઈ આવૃત્તિમાં જોડાયા હતા. ત્યાં 16 વર્ષ સુધી કામ કરીને તેઓ ઍડિટર બન્યા હતા. 2003માં, અમદાવાદથી શરૂ થયેલા ‘દિવ્ય ભાસ્કર’માં તેઓ ઍડિટર તરીકે જોડાયા હતા અને તે પછી વડોદરામાં પણ ‘દિવ્ય ભાસ્કર’ના ઍડિટર બન્યા હતા. 2007માં તેઓ ‘સંદેશ’ દૈનિકના ઍડિટર તરીકે નિમાયા હતા. તેમણે ત્રણ વર્ષ સુધી ‘દિવ્ય ભાસ્કર’ ડિજીટલના ઍડિટર તરીકે પણ કામ કર્યું હતું.તેમણે આ તમામ અખબારોમાં સાંપ્રત પ્રવાહો, સાહિત્ય, સિનેમા, કળા, વિજ્ઞાન અને ફિલૉસૉફી પર નિયમિત લખાણો લખ્યાં છે. ગુજરાતી બેસ્ટસેલર પુસ્તક ‘ઇકિગાઈ’ તેમનું બીજું પુસ્તક છે. અગાઉ, તેમણે ઇઝરાયેલના ઇતિહાસકાર યુવલ નોઆ હરારીના પ્રસિદ્ધ પુસ્તક ‘સેપિયન્સઃ માનવ જાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ’ નામે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે.
0
out of 5