પ્રીત એકબીજાની (Prit Ekbijani)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

પ્રીત એકબીજાની (Prit Ekbijani)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

$14.99

$15.74 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

144 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Description

કેટલાંક એવાં માતા-પિતા છે જે સંતાનને સતત વખોડ્યા અને વગોવ્યા કરે છેએમનો દીકરો કે પુત્રવધૂ ગમે તેટલી સેવા કરે કે ગમે તેટલું ધ્યાન રાખે એમને ઓછું  પડે છેવાંધા પાડવાની ઑલિમ્પિકમાં આવાં માતા-પિતાને ગોલ્ડ મેડલ મળી શકે એમ છેસંતાનો તેમ છતાં મૂંગે મોઢે માતા-પિતાને સાચવે છેપ્રેમથી નહીં - ફરજ માનીનેસંતાનો પણબહારના માણસોની હાજરીમાં માતા-પિતાનો બચાવ કરે છેએમનાં મહેણાંકડવી ભાષા કે ફરિયાદોને સતત એક્સ્પ્લેન કર્યા કરે છેમનોમન ગમે તેટલો ગુસ્સો આવતો હોય કેપીડા થતી હોય તેમ છતાં  સંતાનો પોતાની ફરજ ચૂકતાં નથી.
પુસ્તકના ‘જો રિશ્તા બોજ બન જાયે,ઉસકો છોડના અચ્છા?’ લેખમાંથી ]

સાચું પૂછો તો પ્રેમનું સ્થાન ઈશ્વરથી સહેજેય ઊતરતું નથીબલ્કે જો એને સંપૂર્ણ અનુભૂતિ સાથે અસ્તિત્વમાં ઉતારવામાં આવે તો પ્રેમ  ઈશ્વર છે... આપણે બધા કદાચઅજાણતાં પણ અણગમા અને તિરસ્કારને વધુ મહત્ત્વ આપતા થઈ ગયા છીએઅસ્વીકાર જેટલી સહજતાથી આપણને અનુકૂળ આવે છે એટલી સહજતાથી સ્વીકાર કરવાનુંઆપણે શીખી શકતા નથીઆપણો પ્રેમ આપણા પ્રિયજનમાં કે પ્રિયપાત્રમાં ‘બદલાવ-તલબ’ પ્રેમ છેપોતાને અનુકૂળ છે તે રીતે વર્તે ત્યાં સુધી  વ્યક્તિ પ્રિય હોય  કેવીમાનસિકતા છેપ્રેમ તો અન્યને અનુકૂળ થવાનું શીખવે છે... જ્યારે આપણું આપણા પર  બસ ના ચાલેએવી હાજરીને પ્રેમ કહેવાયભીતર અનેક કામનાઓ લઈને ગયાહોઈએ પણ ગુરુની કે ઈશ્વરની સામે હોઈએ ત્યારે કશુંય માગી  શકવાની પરાધીનતા પ્રેમ છેઅપેક્ષાઓને કારણે કોઈ એક વ્યક્તિ સાથે સંબંધ જોડાયપણ જ્યારે વ્યક્તિની નિકટ જઈએ ત્યારે અપેક્ષા ખરી પડે અને માત્ર અહેસાસ બાકી રહે  પ્રેમ છે...  ઇર્શાદ કામિલની  એક પંક્તિ, ‘કુછ રિશ્તોં કા નમક હી દૂરી હોતા હૈ મિલનાભી બહોત જરૂરી હોતા હૈ.’
પુસ્તકના ‘કૌન મેરામેરા ક્યા તૂ લાગે?’ લેખમાંથી ]

મીનાકુમારીમધુબાલાએલ્વિસ પ્રેસ્લીગુરુ દત્તવર્જિનિયા વુલ્ફઍન સેક્સટનપરવીન શાકિરઅમૃતા શેરગીલબિમલ રૉય... એક આખું લિસ્ટ બનાવી શકાય એવાંનામોનુંજેમણે જાણી-બૂઝીને મોતને ભેટવાની ભૂલ કરી બધાં ઇન્ટેલિજન્ટ હતાંગૉડ ગિફ્ટેડ હતાં... એમની પાસે કશુંક એવું હતું જે  વિશ્વમાં જન્મ લેનાર ખૂબ ઓછાલોકોને મળતું હોય છેઈશ્વરની આવી અદ્ભુત અને અદ્વિતીય ભેટ લઈને જન્મેલા  લોકો શા માટે પોતાના  જીવનને વ્યસનની ચિતા પર ચઢાવી દેતા હશેશરાબ પીવાથીકલા વધુ ખીલેગાંજો પીવાથી કલ્પના સારી થાય કે નશો કરવાથી કશું વધુ સર્જનાત્મક જન્મે એવું માનનારા માણસોથી મૂર્ખ બીજું કોઈ નથીસર્જનાત્મકતાને વ્યસન સાથે કોઈનિસ્બત નથી હોઈ શકે!
પુસ્તકના ‘ઇસ મોડ સે જાતે હૈ... રાસ્તે દોનોં તરફ!’ લેખમાંથી ]


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%