$11.43
Genre
Novels & Short Stories
Print Length
284 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2013
ISBN
9788184809527, 9789351624417
Weight
300 Gram
‘વેવિશાળ’માં મેઘાણીનું લક્ષ વિશેષત: વાર્તાકથન પર રહ્યું છે. કેન્દ્રમાં સામાજિક સમસ્યા રહી છે પણ એ નિમિત્તે માનવીય સંવેદનાનાં સ્તરો ખુલ્લાં કરીને જીવનના ગહન પ્રવાહો તાગવા તેઓ ઝાઝું રોકાતા નથી. એટલે આ કથા એક ચપટી સમસ્યાકથા બની રહે છે. અહીં સૌરાષ્ટ્રનાં બે કુટુંબોનાં સંતાનો વચ્ચે ગોઠવાયેલા વિવાહસંબંધ, સમય જતાં બંને કુટુંબો વચ્ચે આર્થિક અસમાનતા ઊભી થતાં, ભારે કસોટીએ ચઢતો રજૂ થયો છે. આમ આ નવલકથામાં વિવાહસંબંધને લગતું કોકડું ગૂંચવાતું ને ઉકેલાતું રજૂ થયું છે.
0
out of 5