$6.43
Genre
Print Length
200 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2023
ISBN
9789395339742
Weight
0.53 pound
ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર અને જાણીતા લેખક-વક્તા ડૉ. જયેન્દ્રસિંહ જાદવના શબ્દોમાં કહીએ તો ‘સુપ્રસિદ્ધ લેખિકા રક્ષા શુક્લની ‘ગુજરાત સમાચાર’ની કૉલમમાં જયારે પ્રકૃતિની લેખમાળા પ્રગટ થઈ હતી ત્યારે વાચકોએ ઉમળકાભેર આવકારી હતી. લેખિકા પ્રકૃતિવિદ હોવાનો લાભ નિબંધોને મળ્યો છે. પ્રકૃતિ એમની પ્રકૃતિમાં છે. તેઓ ચિત્રકાર હોવાથી આ પુસ્તકમાં અનેક ઉત્તમ શબ્દચિત્રો માણવા મળે છે. એમનો પતંગિયા વિશેનો લેખ વાંચો એટલે હોવાને હળવાશ ઘેરી વળશે. તમે પ્રકૃતિના પ્રવાસે નીકળ્યા હો એવો અનુભવ મોટા ભાગના નિબંધો કરાવે છે. AC રૂમમાં પણ પ્રકૃતિનો પરિવેશમાં ઊભો થાય છે. અહીં પ્રકૃતિના પ્રેમમાં પડવાના કારગત કીમિયા છે તો જંગલના ભોગે અને જંગલમાં બનતા બંગલા સામે અરણ્યરુદન પણ છે, જંગલમાં તો ઝૂંપડી જ શોભે. પ્રકૃતિ જેવા સરળ બનવાની કેડી ‘પારિજાત પેલેસ’માંથી પસાર થાય છે. અહીં પ્રકૃતિપ્રેમીઓને ધામા નાખવાનું મન થશે. ગુજરાતી ભાષાનો નિ:શંક નોખી ભાત પડતો આ નિબંધ સંગ્રહ ભાવકો માટે ગ્રીન કાર્પેટ પાથરશે.’
0
out of 5