સુગંધ એકબીજાની (Sugandh Ekbijani)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

સુગંધ એકબીજાની (Sugandh Ekbijani)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

$14.99

$15.74 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

144 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

ISBN

111

Description

ટીનએજ વટાવી ગયેલાં સંતાનો જ્યારે માતા-પિતાની લાગણીને  સમજી શકે અથવા સમજવાનો ઇનકાર કરે ત્યારે માતા-પિતાના હૃદયને કેટલી પીડા થતી હશેઆપણને પણઆપણાં માતા-પિતા વિશે ક્યારેક વિરોધગુસ્સો કે અણગમો થયા હશેઆપણે પણ સામે બોલ્યાં હોઈશું કે એમને દુઃખ થાય એવી રીતે એમનું અપમાન કર્યું હશે... બધાએ કર્યું હોય તો પણઆપણામાંના ઘણા હશે જે પોતાનાં માતા-પિતાની બધી વાત સાથે સહમત નહીં થઈ શક્યા હોયઆજની પેઢી અસહમત થાય એની સામે કોઈ વિરોધ  હોઈ શકેબે પેઢીઓ દરેક વાતમાં સહમત હોય  શક્ય પણ નથી અને ઇચ્છનીય પણ નથીપરંતુ જ્યારે જ્યારે કાયદો તોડવામાં આવે ત્યારે વિનય  ચુકાવો જોઈએ વાત કદાચ નવી પેઢી અથવા ટીનએજથી પચ્ચીસ-છવ્વીસ સુધીની ઉંમરના યુવાનોને સમજાતી નથી.
પુસ્તકના ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ...’ લેખમાંથી ]

એક એવી પેઢી જે આવતાં ૧૦-૧૫ વર્ષમાં સંસાર છોડીને ચાલી જશેજેના ગયા પછી ખૂબ પસ્તાવો થશેવાત કડવી છેપણ સત્ય છે પેઢીના લોકો બિલકુલ અલગ છેરાત્રે જલદી સૂએસવારે જલદી જાગેસવારના અંધકારમાં ફરવા નીકળેઆંગણાના ફૂલ-છોડને પાણી પિવડાવેદેવપૂજા માટે ફૂલ તોડેરોજ પાઠ-પૂજા કરે ને મંદિર પણજાયરસ્તામાં મળે એને સુખ-દુઃખ પૂછેબે હાથ જોડીને પ્રણામ કરેસ્નાન વગર અન્નનો કોળિયો ગળે  ઉતારેતહેવારમહેમાનશિષ્ટાચારઅન્નશાકભાજીતીર્થરીતિરિવાજ અને સનાતન ધર્મની એમની પોતાની વ્યાખ્યાઓ છે પેઢી ફોન નંબરની ડાયરી રાખે છેહજી કાગળનું છાપું હાથમાં પકડીને વાંચે છેએમને હજીયે બે આંખનીશરમ છે અને સમાજનો ડર છે જૂના ચપ્પલ સંધાવીને પહેરે છેચશ્માની દાંડી તૂટી જાય તો દોરા લપેટે છેનજર ઉતારે છેલીમડાનું કે બાવળનું દાતણ મળે તો રાજી થઈજાય છેએમને હજી ઘરનું  ભોજન ભાવે છે... શાકભાજીની લારી કે રિક્ષાવાળા સાથે બે રૂપિયા માટે જીભાજોડી કરે છે પેઢી સંતોષભર્યું જીવનસાદગી સાથે વિતાવે છે.
પુસ્તકના ‘મેરા દેશ બદલ રહા હૈ?’ લેખમાંથી ]

એક મોટા દરિયાનદી કે કોઈ વાસણમાંથી પણ લોટો ભરીને પાણી કાઢી લઈએ તો  પાણીના અભાવમાં વાસણ રડતું નથીઘરમાંથી ગયેલી વ્યક્તિને યાદ કરીને ઘર માથાંપછાડતું નથીકબાટમાં લટકતી સાડી  મહિનાવર્ષ સુધી ચૂપચાપ લટક્યા કરે છે હાથ લંબાવીને આપણને બોલાવતી નથી... સમય સાથે માણસે ધીમે ધીમે પોતાનાવ્યક્તિત્વને એવું બનાવું જોઈએ કે  વસ્તુઓ જેમ આપણા તરફ આકર્ષાતી નથી એમ  આપણે પણ વસ્તુઓથી બંધાવાનું છોડવું જોઈએજે ઘર બનાવવા માટે આખીજિંદગી ખર્ચી નાખીએજે કપડાં ખરીદવાદાગીના વસાવવા કે પૈસા બચાવવા માટે આપણી જિંદગીનો વધુમાં વધુ સમય આપણે વાપરી નાખીએ  બધું તો અહીં  મૂકીનેજવાનું છે એવી આપણને બધાને ખબર તો છે બસસમજ નથી!


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%