$12.72
Genre
Novels & Short Stories
Print Length
261 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9788184807523
Weight
630 Gram
વિષય અને વસ્તુ કહી આપતા હોય છે કે નિરૂપણમાં રીતિ, શૈલી, યુક્તિ-પ્રયુક્તિ પ્રભાવની દ્રષ્ટિ એ કેટલો ભાગ ભજવે છે. એનો પ્રયોગ નાખી નજરે ન દેખાય એટલો અંતર્ગત પણ હોઈ શકે. મુદ્રણ માંથી પણ એનો સંકેત મળે. આ કથાની ત્રણે આવૃતિમાં મુદ્રણ ને લગતો એક ફેરફાર કરેલો છે: પહેલી આવૃત્તિ માં મુદ્રણ સઘન હતું. વૃતાંતરૂપ ઉક્તિઓને ઉક્તિરૂપે અલગ તારવી નહોતી કે ચિન્હિત પણ કરી નહોતી, એટલુજ નહિ વર્તાલાપરૂપ ન હોય, મનોભાવની અભિવ્યક્તિ જ કરતી હોય એવી ઉક્તિઓ ને પણ સળંગ છાપી હતી. આને કદાચ શૈલીની એક તરાહરૂપે જોઈ શકાય. બીજી આવૃત્તિ માં પ્રત્યાયનની સરળતા ખાતર તેમજ વાચન ની તાણ ઓછી કરવા એ પદ્ધતિનું પ્રમાણ ઘટાડેલું, આ ત્રીજી આવૃત્તિ માં સવિશેષ; છતાં કેટલાક સ્થાનો જેમના તેમ પણ રહેવા દિધા છે. એવુજ પરિચ્છેદ ની બાબતમાં પણ ભીન્ન પ્રસંગો અને પરિસ્થિતિઓનું સાતત્ય સૂચવાય અને એનો એક ભાવપિંડ બંધાય એવા ઈરાદા થી વાક્યાવલીઓ અખંડ રહેવા દીધી હતી; પછીથી એમાં ફેરફાર કરીને અમુક જગ્યા એ પરિચ્છેદરચના કરેલી છે. -ધીરેન્દ્ર મહેતા
0
out of 5