$9.95
Genre
Novels & Short Stories
Print Length
79 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9788189160814
Weight
190 Gram
વિમલશાહ નું ચરિત્ર પ્રેરક છે. એક એક વણીકપુત્ર ગરીબાઈને ખોળે ઉછરતો મોટો થાય છે. કલમ, કડછી, ને બરછી નો એ યુગ હતો. મલ્લ્વીધ્યા એ સામાન્ય શોખ હતો. આ વિદ્યાઓ સાથે વિમલશાહ બીજી યુદ્ધવિદ્યાઓમાં પણ કુશળ બને છે; પાટણમાં યુદ્ધોત્સવ પ્રસંગે પોતાની ધનુર્વીધ્યા ની કમાલ બતાવે છે. ગુજરાત નું સિંહાસન શૂરાનું તરત સન્માન કરે છે. વિમલ પોતાના પ્રેમ,શૌર્ય ને કલાદ્રષ્ટિથી આગળ આવે છે. મંત્રી બને છે. ઉત્તરાવસ્થામાં એ આબુ પર સુંદર દેવાલય સર્જે છે,ને ઉત્તમોત્તમ શિલ્પ ત્યાં અવતાર ધરે છે. વિમલશાહ ના જીવન માં ખાસ વાત એ છે કે એણે અહિંસા-પ્રેમ નું વ્રત ઉજ્જવળ કર્યું. જે ધંધુકારાજને પોતાની તલવારના બળે નમાવ્યા હતા, તેમને પછી ભીમદેવ સાથે સુલેહ કરાવી, રાજ પાછું અપાવ્યું અને છેલ્લે પોતે દેરા બાંધતા ધન્ધુકારાજની અનુમતિ પણ લીધી. આ કાર્ય માત્ર તલવારબાજનું નથી, પણ પ્રેમભાવવાળા નું છે. • જયભિખ્ખુ
0
out of 5