$9.86
Genre
Novels & Short Stories
Print Length
121 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9788189160807
Weight
320 Gram
‘જયભિખ્ખુ’ ની વાર્તાઓના શીર્ષક વાંચીને કોઈને એમ લાગે કે તે ધર્મ-ઉપદેશક છે ; પરંતુ તેની કલમ માં જોશ છે એટલીજ ચિત્રાત્મકતા છે . આથી તેમની વાર્તાઓ બાળકો ,કિશોરો અને પ્રોઢોને પણ ગમે છે . સરસ અને સચોટ કથનશૈલી ભાવકોને સુંદર રસભર્યું સાહિત્ય વાંચ્યાનો આનંદ આપે છે.
તેમણે શ્રમણ ભગવાન મહાવીરનું ‘નિર્ગ્રંધ ભગવાન મહાવીર’ નામનું ચરિત્ર આપેલું છે. શૈલીની સરળતા, વિગતો ની પ્રમાણભૂતતા અને વસ્તુ ની ભવ્યોદાત્ત પ્રેરક્તાને કારણે એ કૃતિ ઉચ્ચકોટીની સાહિત્યિક પ્રતિષ્ઠા પામેલી છે.જયભિખ્ખુના વિપુલ સાહિત્યસર્જન માંથી ચયન કરીને એમનું ઉત્કૃષ્ટ સાહિત્ય નવા રૂપે પ્રકાશિત થાય છે ,તેનો આનંદ છે.
‘જયભિખ્ખુ’નું વ્યક્તિત્વ લોહચુમ્બક જેવું અને સ્વભાવ ટેકીલો હતો. તે નર્મદ ની પરંપરાના લેખક હતા. વારસા માં મળતી પૈતૃક સંપતિ ન લેવી, નોકરી ન કરવી અને લેખનકાર્ય માંથી જે મળે તેમાંથી ગુજરાન ચલાવવું એ નિર્ણયો એ જમાનામાં જયારે લેખનના લેખ કે વાર્તાને પુરસ્કાર આપવાની પ્રથા બંધાઈ ના હતી ત્યારે કર્યા હતા.માનવતાના હામી જયભિખ્ખુ સમર્થ સાહિત્યકાર હતા પણ વ્યક્તિ તરીકે સવાઈ સાહિત્યકાર હતા.
• ધીરુભાઈ ઠાકર
0
out of 5