$12.33
Genre
Novels & Short Stories
Print Length
240 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9788189160753
Weight
580 Gram
જગતનો બાગ ઘણો વિશાલ છે. એમાં અનેક પ્રકારના ફૂલડાં ખીલ્યા છે.કોઈ સહસ્ત્રદલ કમળ તો કોઈ આકડા અર્ક્ફૂલ.અહી જાય છે, મનને મઘમઘાવી મુકે છે . વાહ રે ફૂલ ! ધન્ય રે તારી સુવાસ . જીવન હજો તો આવું હજો. તાજા ફૂલની બહાર રોજ માણવી મુશ્કેલ છે. સંસાર ના કુશળ અત્તરિયા તો લીલાસૂકાફૂલ ભેગા કરીને અત્તર બનાવે છે, પણ મારી તો એય યોગ્યતા નથી. રસ્તે જતો વટેમાર્ગુ અત્તારિયાની હાટડી પાસેથી નીકળે અને ખુશબો માણે – એમ હું તો માણેલી ખુશબો – તેય જેવીતેવી – એકત્ર કરી શક્યો છું ને તે અહી વાચક સામે રજૂ કરું છું. સંસારમાં હેય ,પ્રેય, ને શ્રેય ઘણી વસ્તુઓ છે. છતાં હેયને સર્વથા તજી શકાતી નથી ,પ્રેયથી પ્રેમ છોડી શકાતો નથી ને શ્રેયને વળગી શકાતું નથી. સંસાર તો એમજ તરંગલોલ વહ્યે જાય છે . દરિયાના પાણી અનાદિ કાળથી એક રીતે વહ્યા છે : જહાજ ગમે તેવા આવોને . અહી આપેલા ફૂલની ખુશબો જેવા જીવનપ્રસંગો એમાં કંઇક માર્ગદર્શક બની શકે તો બને . ડૂબતાને કોઈકવાર નાનોમોટો તરણોપાય બચાવી શકે. પણ એ શ્રદ્ધા તો વાલ્મીકિ રામાયણના કર્તા સેવી શકે. મારા જેવાનું એ અભિમાન વ્યર્થ છે. એવી ભાવના થી આ ચરિત્ર કથાઓ મૂકી છે. આશા છે આ ફૂલડાંની ફોરમ માણવી સહુને ગમશે. • જયભિખ્ખુ
0
out of 5