Logo

  •  support@imusti.com

Saat Samandar Paar (સાત સમંદર પાર)

Price: $ 13.00

Condition: New

Isbn: 9789351228028

Publisher: R. R. Sheth and Co. Pvt. Ltd

Binding: Paperback

Language: Gujarati

Genre: Novels & Short Stories,

Publishing Date / Year: 2018

No of Pages: 144

Weight: 244 Gram

Total Price: $ 13.00

    0       VIEW CART

પ્રવાસને કાકાસાહેબ કાલેલકરે "બૌદ્ધિક ખોરાક' કહ્યો છે. પ્રવાસ તમારા વિચારોને સમૃદ્ધ કરે છે. પ્રવાસની દરેક પળ અને પ્રવાસનું દરેક સ્થળ તમને કશુંક નવું જોયાનો આનંદ, કશુંક નવું અનુભવ્યાની પ્રસન્નતા અને વિચારોની વિશાળતાનું વરદાન આપે છે. દરેક દેશ, પ્રજા, ભાષા અને લોકોની પોત-પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ હોય છે. પ્રવાસના માધ્યમથી જ તે અનુભવવિશ્વને પામીને વ્યક્તિત્વનો વિકાસ કરી શકાય છે. જે તે દેશની વિરાસત આપણી જ્ઞાનની અને અનુભવોની ક્ષિતિજોને વિસ્તારી દે છે. આ પુસ્તક તમને "સાત સમંદર પાર'ના અનેક દેશોનો પ્રવાસ કરાવશે, જે વાંચ પછી તમને ચોક્કસ લાગશે કે તમે પોતે પણ આ રોમાંચક પ્રવાસના સહપ્રવાસી જ છો. આ પુસ્તકના લેખક ડંકેશ ઓઝા એ સચિવાલયના વિવિધ વિભાગોમાં ગેઝેટેડ ઓફિસર કક્ષાથી શરૂઆત કરી ઉચ્ચપદોએ યશસ્વી કામગીરી બજાવી સંયુક્ત સચિવપદેથી ૨૦૦૩માં આઠ વર્ષ વહેલી સ્વેચ્છાનિવૃત્તિ પસંદ કરી. રાજ્યપાલના સલાહકાર, મુખ્યમંત્રી અને ચાર મંત્રીઓના કાર્યાલયમાં પણ ફરજો બજાવી, વિજિલન્સ કમિશનમાં સચિવપદે અને સ્પીપા ખાતે અતિ જાણીતા 155 ડાપત €લાલ્ના પ્રથમ સંયુક્ત કમિશનર તરીકે પણ કામગીરી કરી. ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્રપદે પણ તેઓ રહ્યા. આજે પણ. ઉચ્ચ સરકારી અધિકારીઓને અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરતા ઉમેદવારોને તાલીમ આપવામાં વ્યસ્ત રહે છે. સાહિત્ય, જાહેરબાબતો, તાલીમ, પ્રવાસ વગેરે તેમનાં રસનાં ક્ષેત્રો છે. તેમના અનુવાદ, સંપાદન, સંસ્મરણ વિષયક ઘણાં પુસ્તકો પ્રકાશિત થયાં છે.