$13.11
Genre
Print Length
322 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2011
ISBN
9788184405835
Weight
350 Gram
પાટીમાં ઘૂંટેલા દિવસો યાદ કરાવી સમય કરે છે છણકો બાળપણાના એ દિવસોને સહેજ અડું ત્યાં થાતો મોટો ભડકો લીટાવાળી દીવાલો પર લટકે આખું બચપણ થઈને ફોટો વા થયેલા પગલને હજુએ વિતી ગયેલી પળમાં મૂકવી દોટો દૂરબીનમાં જોયેલા દ્રશ્યો ચશ્માં થઈને આંખો સામે ઝુકે હાલરડામાં ઓગળતી રાતોનું સપનું આવે ભૂલેચૂકે દિવસો વિતતા ચાલ્યા એમ જ વધતી ચાલી નેઇમપ્લેટની ઉંમર ઘર ઓફિસના રસ્તા વચ્ચે પગની ઠોકર ખાતો રહેતો ઉંબર જન્મ દિવસ તો યાદ ને સુદ્ધાં યાદ રહે છે એ દિવસનો તડકો યાદ નથી કે કઈ તારીખે ભૂલી જવાયું રમતાં અડકો-દડકો....
0
out of 5