Logo

  •  support@imusti.com

Sardar Patel - Pasand Karelo Patravyavahar: Bhag 1 - 2 (સરદાર પટેલ - પસંદ કરેલો પત્રવ્યવહાર ભાગ ૧ - ૨)

Price: $ 17.07

Condition: New

Isbn: 9788172294243/9788172294250

Publisher: Navajivan Trust

Binding: Hardcover

Language: Gujarati

Genre: Memoir and Biography,History,Novels and Short Stories,

Publishing Date / Year: 2011

No of Pages: 1322

Total Price: $ 17.07

    0       VIEW CART

સરદારશ્રીની જન્મ શતાબ્દીની ભૂમિકામાં નવજીવન તરફથી સરદારશ્રીનો પત્રવ્યવહાર ‘સરદાર પટેલ્સ કૉરસ્પોન્ડન્સ’ શ્રેણીના દસ ગ્રંથોમાં પ્રસિદ્ધ થયો છે. સન ૧૯૭૨થી ૭૪ દરમિયાન, સ્વ. શ્રી દુર્ગાદાસ દ્વારા સંપાદિત થયેલ એ પત્રવ્યવહાર જયારે પ્રસિદ્ધ થઈ રહ્યો હતો ત્યારે જ આ બધા ગ્રંથો હિંદી તેમ જ ગુજરાતીમાં પણ પ્રસિદ્ધ થવા જોઈએ એવી માંગણી વાચકો તરફથી આવી હતી. અનુવાદનું તથા પુસ્તકના ઉત્પાદનનું ઊંચું ખર્ચ જોતાં એ દસેદસ ગ્રંથોને હિંદી તથા ગુજરાતીમાં ઉતારવાનું મન થાય તોય, તેવી યોજના અમલમાં મૂકવાનું શક્ય નહોતું. પરંતુ આ દસેય ગ્રંથોમાંથી પસંદ કરેલા પત્રોની સંકલિત આવૃત્તિ જો પ્રસિદ્ધ કરવામાં આવે તો તેને હિંદી તથા ગુજરાતીમાં ઉતારી શકાય એમ લાગતાં, આ દસેય ગ્રંથોમાંથી ચૂંટેલા પત્રોની સંકલિત આવૃત્તિ તૈયાર કરવા માટે, અમે સરદારશ્રીના મંત્રી શ્રી શંકરને વિનંતી કરી.