$3.00
Print Length
58 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2011
ISBN
9788172291938
બાપુના જીવન સંબંધી વિશાળ સાહિત્ય-મંદિરમાં, કંઈક લજ્જા અને કંઈક સંકોચ સાથે, ભાઈ અમૃતલાલ પણ એમનો લઘુ પૂજાથાળ લાવ્યા છે. એની સાથે ન તો ઘંટા-ઝાલરનો ઘનઘોર ઘટાટોપ છે, ન સ્તવ-સ્તોત્રોનો સીમાહીન સંભાર. બસ નાનોશો — કદાચ માટીનો બનેલો — થાળ છે, થોડીશી દિવેટો, જેમાં પૂજારીની અન્તર્મુખી દૃષ્ટિનો સ્નિગ્ધ પ્રકાશ છે.
અમૃતલાલ વ્યવસાયે શિલ્પી છે, એટલે રંગ-રૂપ-રેખાઓના પેલા આંતરિક વિરહ-મિલનનો ભેદ તેઓ જાણે છે, સુરુચિ અને સહૃદયતાના રસથી શિલ્પી જેને ભીંજવે છે. એટલે જ એમને સંતુલન સુલભ છે, અને સુષમા પણ. સ્વભાવથી અમૃતલાલ સાધક છે, એટલે મંગલની કલ્પના એમને અનુપ્રેરિત કરે છે. એમની શૈલી આમ શિલ્પીની સૂઝ અને સાધકની બૂજનાં તત્ત્વોથી આપોઆપ ઘડાઈ ઊઠી છે. બાપુ જો કેવળ સંગ્રહાલયમાં સજાવીને રાખવાની વસ્તુ ન હોય, તો અમૃતલાલની આ રચનાઓ આપને જરૂર ગમશે. — મોહનલાલ બાજપેયી
0
out of 5