By Stephen W Hawking, Leonard Mlodinow (સ્ટીફન ડબલ્યુ હોકિંગ, લિયોનાર્ડ મ્લોડિનોવ)
By Stephen W Hawking, Leonard Mlodinow (સ્ટીફન ડબલ્યુ હોકિંગ, લિયોનાર્ડ મ્લોડિનોવ)
$6.35
Genre
Print Length
152 pages
Language
Gujarati
Publisher
Manjul Publication
Publication date
1 January 2024
ISBN
9789355438904
Weight
0.52 Pound
સ્ટીફન હૉકિંગનું વિશ્વસ્તરનું બેસ્ટ-સેલર પુસ્તક ‘અ બ્રીફ હિસ્ટ્રી ઑફ ટાઇમ’ વૈજ્ઞાનિક પુસ્તકોના સંદર્ભમાં એક ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું પુસ્તક હતું. આનું એક કારણ તેના લેખકની પ્રભાવશાળી અભિવ્યક્તિ હતી અને બીજું કારણ આ સંમોહક વિષય હતો, જેના વિશે તેમણે પુસ્તક લખ્યું હતું. દેશ અને કાળની પ્રકૃતિ, સૃષ્ટિની પ્રક્રિયામાં ઈશ્વરની ભૂમિકા, બ્રહ્માંડનો ઇતિહાસ અને ભવિષ્ય. પરંતુ એ પણ સાચું છે કે તે પુસ્તકનાં પ્રકાશન બાદ વાચક સતત પ્રોફેસર હૉકિંગના પુસ્તકમાં આપવામાં આવેલ કેટલાક મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતોને સમજવામાં પડતી મુશ્કેલીઓ બાબતે વાત કરી રહ્યા હતા. આ જ આ પુસ્તક ‘સમયનો સરળ અને સંક્ષિપ્ત ઇતિહાસ’ (‘અ બ્રીફર હિસ્ટ્રી ઑફ ટાઇમ’)ના ઉદ્ભવ અને તે લખવા પાછળનું કારણ છે. પુસ્તકના વિષયને વાચકો સુધી પહોંચાડવું અને નવાં વૈજ્ઞાનિક પરીક્ષણો અને શોધને તેમાં સમાવવી. જો કે આ પુસ્તક ઘણીખરી રીતે સંક્ષિપ્ત છે, પરંતુ આ મૂળ પુસ્તકના વિષયને વિગતવાર વર્ણવે છે. મેથેમેટિક્સ ઑફ કેઓટિક બાઉન્ડ્રી કન્ડિશન્સ જેવી શુદ્ધ ટેક્નિકલ માન્યતાઓને હટાવી દેવામાં આવી છે અને સાપેક્ષતા, વક્ર સ્પેસ અને ક્વૉન્ટમ સિદ્ધાંત સહિતના વ્યાપક અને રસપ્રદ વિષયો, જેને સમજવા મુશ્કેલ હતા, કારણ કે તે પુસ્તકમાં છૂટીછવાઈ રીતે સમાવિષ્ટ કરવામાં આવેલ હતા તેમને આમાં અલગ અલગ પ્રકરણમાં સમાવવામાં આવ્યા છે. લેખકને સ્ટ્રીંગ સિદ્ધાંતમાં થયેલ પ્રગતિથી લઈને ભૌતિકશાસ્ત્રનાં તમામ બળોના સંપૂર્ણ અને એકીકૃત સિદ્ધાંતની શોધની દિશાના ઘટનાક્રમ, ખાસ ક્ષેત્રોમાં રુચિ અને હાલમાં જ થયેલ નવીન સંશોધનો બાબતે જાણકારી આપવાની સંભાવનાઓ ઊભી કરી છે. પુસ્તકનાં પાછલા સંસ્કરણોની જેમ અને તેનાથી પણ વધુ ‘સમયનો સરળ અને સંક્ષિપ્ત ઇતિહાસ’ દેશ અને કાળના ભેદના આકર્ષક રહસ્યોની દિશામાં ચાલુ શોધમાં તમામ બિન-વૈજ્ઞાનિક વાચકોને માર્ગદર્શન આપશે.
0
out of 5