$11.24
Print Length
374 pages
Language
Gujarati
Publisher
Manjul Publication
Publication date
1 January 2024
ISBN
9789355439796
Weight
1.00 Pound
‘ધ વિઝ્ડમ બ્રિજ’ : જીવનના નવ સિદ્ધાંતો, જે તમારા પ્રિયજનોના હૃદયોને સ્પંદિત કરે છે લેખક ડૉ. કમલેશ ડી. પટેલ (દાજી) વડીલોના ઈરાદા, વિચારો તથા કાર્યો બાળકોના હૃદયોને પ્રભાવિત કરતાં હોય છે. બાળકો તેમને મળતી શીખનું ઝડપથી તથા શ્રદ્ધાપૂર્વક અવલોકન કરતાં હોય છે અને તેઓ શીખીને આત્મસાત કરી લેતાં હોય છે. વડીલોની જવાબદારી છે કે તેઓ બાળકોને સારી રીતે ઉછેરે, એટલું જ નહીં પરંતુ બાળકો એક પરિપૂર્ણ જીવન જીવી શકે, તે માટે તેમનું પાલન-પોષણ તેમ જ માર્ગદર્શન પણ કરે. તમારાં બાળકો માટે અને તમારાં પ્રિયજનો માટે પ્રેરણાસ્પદ બની રહે, એવું જીવન તમે જીવો, તે માટે ‘ધ વિઝ્ડમ બ્રિજ’ પુસ્તકમાં દાજી તમને માર્ગદર્શન પૂરું પાડતાં નવ સિદ્ધાંતો પ્રદાન કરે છે. આ નવ સિદ્ધાંતો, પરિપૂર્ણ તથા સુખી જીવનનું સર્જન કરવાનાં હેતુસર; માતા-પિતાઓ, ભાવિ માતા-પિતાઓ, દાદા-દાદીઓ અને બાળકોની સંભાળ રાખનારાઓ માટે મહત્વપૂર્ણ સંદર્ભ-સિદ્ધાંતો છે. તે સિદ્ધાંતો તમારા બાળકોના જીવનને સમૃદ્ધ બનાવવામાં અને જવાબદાર કિશોરોને ઉછેરવામાં તમને મદદ કરશે એટલું જ નહીં, પણ તમારા પરિવારમાં સૌજન્યપૂર્ણ પારસ્પરિક બંધનો કેળવવા માટેનો માર્ગ પણ મોકળો કરશે.
0
out of 5