$15.99
Genre
Inspirational
Print Length
544 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth and Co. Pvt. Ltd
Publication date
1 January 2024
કસ્ટમ ઑફિસરે મને કહ્યું કે હું જે એક્સપૉર્ટ કરી રહ્યો હતો તેના સૅમ્પલ આપવા જરૂરી છે. હવે દ્વિધા એ હતી કે સૉફ્ટવૅરનું ‘સૅમ્પલ’ કેવી રીતે આપવું? મારે નાછૂટકેસૉફ્ટવૅર ડાઉનલોડ કરી અને એક ફ્લૉપી ડિસ્કમાં આપવું પડ્યું. એ ખંતીલા અધિકારીએ તરત જ ફ્લૉપી ડિસ્કને ચીવટપૂર્વક સ્ટેપલર પિન લગાવી ફૉર્મ સાથે જોડી દીધી! આવું કરવાથી ફ્લૉપીને નુકસાન થયું અને એ નકામી બની ગઈ. સમગ્ર દેશની સમસ્યા એ હતી કે લાંબા સમય સુધી, સૉફ્ટવૅર શું છે તે અધિકારીઓ સમજી શક્યા નહી. આ મૂંઝવણને કારણે વ્યવસાયનો વિકાસ અવરોધાતો રહ્યો. હું જેટલા પણ સૉફ્ટવૅર સાહસિકોને મળ્યો, મને એટલું સમજાયું કે આ નિરાશા કંઈ મારા એકલાની જ નથી, મારે કંઈક કરવું જ પડશે.
1975માં અમેરિકન ડ્રીમ જીવી રહેલા આ યુવાને હજુ તો ત્રીસીની ઉંમરે પહોંચે તે પહેલાં ડેટાબેઝ મૅનેજરની આકર્ષક કારકિર્દી છોડીને ભારતનો રસ્તો પકડ્યો. આ સમયમાંભારતમાં IT ઉદ્યોગ અંગેનો કોઈ વિચાર જ નહોતો. કૉમ્પ્યુટર એક નવીનતા હતી અને ભારત પોતે સામાજિક, આર્થિક પછાતપણા અને ગૂંચવણભર્યા લાઇસન્સરાજમાંફસાયેલું હતું.
યુવાન હરીશ મહેતાએ જેમ જેમ કામ કરવાનું શરૂ કર્યું તેમ તેમ તેમને સમજાતું ગયું કે ભારતના પ્રારંભિક અને વિભાજિત IT અને સૉફ્ટવૅર ઉદ્યોગને સાંકળીને એક સૂરમાંલાવવાની તીવ્ર જરૂરિયાત છે. આમ થાય તો જ સરકાર સાથે સંવાદ થઈ શકે, કાયદાઓ ઘડી શકાય અને સરવાળે દેશમાં IT ક્રાંતિ લાવી શકાય. જવલ્લે જ બનતી ઘટનાતરીકે તેમણે મક્કમ મનોબળવાળા યુવા વ્યવસાયિકોને એક છત્ર નીચે જોડ્યાં. આ મેવરિક ઍન્ટ્રેપ્રિન્યોર લોકોએ ભારતમાં IT ક્રાંતિ લાવનાર સંસ્થા NASSCOMનીસ્થાપના કરી અને વિશ્વની અન્ય IT સંસ્થાઓ સાથે ભારતને સંમાતરે જોડી દીધું.
આજે 20 લાખ કરોડનું મૂલ્ય ધરાવતો ભારતીય IT ઉદ્યોગ અંદાજે 53 લાખથી વધુ લોકોને રોજગારી આપે છે. લાખો ભારતીયોની ગરીબીને હરાવવા અને ભારતમાં રહીનેનવી સવાર જોવા માટે પ્રેરણા આપે છે.
‘ધ મેવરિક ઇફૅક્ટ’ – આજના ભારતની ગૌરવભરી ઓળખ સમાન IT ક્રાંતિની મહાગાથા છે. આ એવા લોકોની વાતો છે, જેઓએ એક સપનું જોયું અને રાષ્ટ્રને નવા યુગમાંલઈ જવા માટે ભેગા થયા. વિશ્વ આજે ભારતને જે રીતે જુએ છે એ લેન્સ ગોઠવવાનું કામ આ લોકોએ કર્યું. હરીશ મહેતાની આ પ્રામાણિક, નિખાલસ અને પ્રેરણાદાયી યાત્રાએ વાતની સાબિતી છે કે જો સાચા મનથી કોઈ વિચાર કરવામાં આવે તો કોઈપણ સપનું સાકાર કરી શકાય છે.
0
out of 5