$17.99
Genre
Literature
Print Length
202 pages
Language
Gujarati
Publisher
Zenopus Publishing
ISBN
111
પોતાના પરિવાર, માતા-પિતા, સંતાનો અને પત્ની વચ્ચે સંતુલન જાળવતાં જાળવતાં મોટાભાગના પુરુષો થાકી જતા હોય છે. ડાયાબિટીસ, હૃદય રોગ, બ્લડ પ્રેશર અનેકોલેસ્ટ્રોલની બિમારીની સાથે સાથે ખરતા વાળ અને હાઈપર ટેન્શન કદાચ એટલા માટે થાય છે કે, પુરુષ આસાનીથી રડતો નથી, પોતાની સમસ્યા કોઈ સાથે ડિસ્કસ કરવામાંકે પારિવારિક પ્રશ્નોની ફરિયાદ કરવામાં એને ‘મર્દાનગી’ નડે છે! છ દિવસ ટિફિનમાંથી જમતો પુરુષ કદી ફરિયાદ નથી કરતો, કારણ કે એ એના પરિવારને ગરમ અને સારુંભોજન મળે એ માટે મહેનત કરે છે. પોતાને માટે છેલ્લે ખરીદી કરતો, પત્ની અને સંતાનોનો વિચાર સૌથી પહેલાં કરતો, માતા-પિતા માટે ઘસાઈ છૂટતો અને તેમ છતાં ‘તમને તોકંઈ પડી જ નથી’ સાંભળતો પુરુષ પોતાના પરિવારનો સૌથી મહત્વનો હિસ્સો છે તેમ છતાં એ ભાગ્યે જ અભિપ્રાય આપે છે! સ્ત્રીને સમાનતા-ઈક્વાલિટી, કે સ્ત્રી હોવાનું ગૌરવઆપવા માગતા હોઈએ તો એને ‘પુરુષ વિરોધી’ બનાવવાને બદલે પુરુષની સહકર્મચારી, જીવનસંગિની, સાથી કે મિત્ર બનાવવાનો પ્રયાસ આજના સમાજને એક સ્વસ્થ અનેસમજદાર પરિવાર આપી શકશે.
0
out of 5