ધ ન્યૂ વન મિનિટ મેનેજર (The New One Minute Manager)

By સ્પેન્સર જોહન્સન, કેન બ્લાન્ચાર્ડ (Spencer Johnson Md,Ken Blanchard)

ધ ન્યૂ વન મિનિટ મેનેજર (The New One Minute Manager)

By સ્પેન્સર જોહન્સન, કેન બ્લાન્ચાર્ડ (Spencer Johnson Md,Ken Blanchard)

$34.99

$36.74 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Inspirational

Print Length

128 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth and Co. Pvt. Ltd

Publication date

1 January 2022

ISBN

9788195246892

Description

 પુસ્તકમાં ત્રણ સાદાં રહસ્ય છે જે…

ઝડપી છે,

સરળ છે,

અકસીર છે.

 જીવનની પ્રત્યેક પળ મૅનેજમૅન્ટ વિના પાંગળી છે. કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ અને આઝાદી માટે ઝઝૂમતા ગાંધીજીના ‘એક ક્ષણ’ના સચોટ નિર્ણયે તેમને ઇચ્છિત પરિણામોઆપ્યાં અને તેથી તેઓ તે સમયના શ્રેષ્ઠ ‘વન મિનિટ મૅનેજર’ બની ગયા.

 ઘર-પરિવાર, વ્યવસાય કે કોઈ પણ ધંધા-રોજગારમાં કામની અસરકારકતા અને ઇચ્છિત પરિણામની પ્રાપ્તિ માટે દરેકે Updated અને Latest ‘ધ New વન મિનિટમૅનેજર’ પુસ્તક વાંચવું જ રહ્યું.

 સફળતાનાં શિખરો સર કરનારાઓનો ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે જેણે ક્ષણ સાચવી લીધી એણે પોતાની સફળતાની સંભાવના વધારી દીધી છે. જ્યારે તમેકોઈનાં કામની કદર કરો છો ત્યારે તમે ભવિષ્યની સફળતાના નિર્માણની શરૂઆત કરી દો છો.

ડૉ. કૅન બ્લેન્ચર્ડ, આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા લેખક, શિક્ષણશાસ્ત્રી, વક્તા અને સલાહકાર. તેમના મિત્રો, સાથીદારો અને ગ્રાહકોમાં, વર્તમાન વેપારી દુનિયામાં સ્પષ્ટ, શક્તિશાળી અને લાગણીશીલ વ્યક્તિ તરીકે જાણીતા છે. કૅન વિશ્વવ્યાપી આદર પામેલા લેખક છે. તેમના સર્વકાલીન બેસ્ટસેલર્સ પુસ્તકમાં ‘રેશવગ ફેન્સ’, ‘ગંગ હો!’ અને ‘વ્હેલ ડન!’ સામેલ છે. કૅન ‘ધ કૅન બ્લેન્ચર્ડ કંપનીઝ’ના ચીફ સ્પિરિચ્યુઅલ લીડર છે. ધ કૅન બ્લેન્ચર્ડ કંપનીઝ આંતરરાષ્ટ્રીય સ્તરની મૅનેજમૅન્ટ ટ્રેનિંગ અને કન્સલ્ટિંગકંપની છે. કૅન કોર્નેલ યુનિવર્સિટીમાં વીઝીટીંગ લૅક્ચરર છે, જ્યાં તેઓ બૉર્ડ ઑફ ટ્રસ્ટીઝના સભ્ય છે. ધ સેન્ટર ફોર ફેઈથવૉક લીડરશિપના કૅન સહસ્થાપક છે. આસેન્ટર લોકોમાં નેતૃત્વક્ષમતા કેળવવા પ્રતિબદ્ધ છે.

સ્પેન્સર જૉહ્નસન, એમ.ડી. વિશ્વમાં આદરણીય વિચાર અને લોકપ્રિય લેખક તરીકે જાણીતા છે. તેમનાં આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલિંગ પુસ્તકોમાં પરિવર્તનના નિયમ અંગેનુંસૌથી વધુ વંચાતું પુસ્તક ‘હૂ મૂવ્ડ માય ચીઝ ?’ છે. ઉપરાંત બે દાયકા કરતાં વધુ સમયથી વિશ્વની સૌથી લોકપ્રિય મૅનેજમૅન્ટ પદ્ધતિ શીખવતું પુસ્તક ‘ધ વન મિનિટમૅનેજર’ છે. ડૉ. જૉહ્નસનનો પરિચય આપતાં કહેવામાં આવે છે કે, તેઓ જટિલ વિષયો હાથમાં લે છે અને તેના અત્યંત સરળ અને વ્યવહારુ ઉકેલ આપે છે. તેમણેબી.એ. સાયકૉલૉજીનો અભ્યાસ યુનિવર્સિટી ઑફ સધર્ન કેલિફોર્નિયા, એમ.ડી.ની ડિગ્રી રૉયલ કૉલેજ ઑફ સર્જન્સમાંથી અને મેડિકલ ક્લર્કશિપ્સ માયો ક્લિનિક તેમ જહાર્વર્ડ મેડિકલ સ્કૂલમાંથી મેળવી હતી. તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ ખાતે લીડરશિપ ફૅલો તરીકે પણ સેવા આપી હતી. એસોસિયેટેડ પ્રેસ, બીબીસી, સીએનએન, ફોર્ચ્યુન મૅગેઝિન, ધ ન્યૂયૉર્ક ટાઇમ્સ, ટુડે શૉ, ટાઇમ મૅગેઝિન, યુ.એસ.એ. ટુડે તેમ જ યુનાઇટેડ પ્રેસ સહિત અનેક માધ્યમોએ તેમની કામગીરીની નોંધ લીધી છે.વ્યક્તિઓ અને સંસ્થાઓને પરિવર્તન માટે પ્રોત્સાહિત કરવામાં મદદ કરનાર કંપની સ્પેન્સર જૉહ્નસન પાર્ટનર્સના તેઓ ચૅરમૅન છે. હૂ મૂવ્ડ માય ચીઝ ? પુસ્તક માટે તેમને2004નો ટેલિ ઍવૉર્ડ પણ મળ્યો હતો. સ્પેન્સર જૉહ્નસનનાં પુસ્તકોની વિશ્વમાં 42 કરતાં વધુ ભાષાઓમાં ચાર કરોડ કરતાં વધુ નકલો વેચાઈ ચૂકી છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%