યુગપુરુષ વિવેકાનંદ (Yugpurush Vivekanand)

By કિશોર મકવાણા (Kishor Makwana)

યુગપુરુષ વિવેકાનંદ (Yugpurush Vivekanand)

By કિશોર મકવાણા (Kishor Makwana)

$37.99

$39.89 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Biography

Language

Gujarati

Publisher

R. R. Sheth and Co. Pvt. Ltd

Publication date

1 January 2021

ISBN

9789389858143

Description

ઓ ભારતવાસી ! તું ભૂલતો નહીં કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહીં કે તારો ઉપાસ્ય-દેવ મહાન, તપસ્વીઓનો તપસ્વી, સર્વસ્વ-ત્યાગી ઉમાપતિ શંકર છે; તું ભૂલતો નહીં કે તારો જન્મ, જગદંબાની વેદી પર બલિદાન થવા માટે થયો છે; તું ભૂલતો નહીં કે ભારતનો હલકો વર્ગ, અજ્ઞાનીભારતવાસી, ગરીબ ભારતવાસી, અભણ ભારતવાસી, ભારતનો ચમાર, ભારતનો ઝાડુ મારનારો ભંગી સુધ્ધાં તારા ૨ક્તમાંસનાં સગાંઓ છે, તારા ભાઈઓ છે. હે વીર ! તુંબહાદુર બન, હિંમતવાન થા અને અભિમાન લે કે તું ભારતવાસી છે અને ગર્વપૂર્વક ગર્જના કર, કે ‘હું ભારતવાસી છું, પ્રત્યેક ભારતવાસી મારો ભાઈ છે.’ તું પોકારી ઊઠ કે‘અજ્ઞાની ભારતવાસી, ગરીબ ભારતવાસી, કંગાળ ભારતવાસી, બ્રાહ્મણ ભારતવાસી, અંત્યજ ભારતવાસી, દરેક ભારતવાસી મારો ભાઈ છે !’ તારી કમર પર પહેરવા ભલેમાત્ર એક લંગોટી જ રહી હોય, તો પણ ગર્વપૂર્વક ઉચ્ચ સ્વરે તું ઘોષણા કર, કે ‘ભારતવાસી મારો ભાઈ છે, ભારતવાસી મારું જીવન છે, ભારતનાં દેવદેવીઓ મારા માટે ઈશ્વરછે; ભારતનો સમાજ મારી બાલ્યાવસ્થાનું પારણું છે, મારા યૌવનનું આનંદવન છે, મારી વૃદ્ધાવસ્થાની મુક્તિદાયિની વારાણસી છે.’ ભાઈ ! પોકારી ઊઠકે ‘ભારતની ધરતી એમારું સર્વોચ્ચ સ્વર્ગ છે. ભારતનું કલ્યાણ એ મારું કલ્યાણ છે.’ અને અહર્નિશ પ્રાર્થના કર કે
હેગૌરીપતે, હે જગજ્જનની અંબે!
તું મને મનુષ્યત્વ આપ!
હે સામર્થ્યદાયિની માતા!
મારી નિર્બળતાનો નાશ કર,
મારી કાયરતાને દૂર હઠાવ!
મને મર્દ બનાવ!’

ડૉ. બાબાસાહેબ આંબેડકર અને સ્વામી વિવેકાનંદના જીવન દર્શનના અભ્યાસુ કિશોર મકવાણા સામાજિક ન્યાય, સામાજિક સમતા-સમરસતા ઉપર વર્ષોથી લખતા રહ્યા છે. તેઓ વડાપ્રધાનના અધ્યક્ષપદ હેઠળ કાર્યરત ‘નેહરુ મૅમોરિયલ મ્યુઝિયમ ઍન્ડ લાઇબ્રેરી’માં સભ્ય અને ડૉ. બાબાસાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટીનના બૉર્ડ મૅમ્બર છે. તેઓ લગભગ 30 વર્ષથી પત્રકારત્વ સાથે સંકળાયેલા છે. ‘દિવ્ય ભાસ્કર’ દૈનિકની રવિપૂર્તિમાં સૉશિયલ નેટવર્ક કૉલમના કૉલમિસ્ટ છે. ‘નમસ્કાર’ સામયિક અને ‘સાધના’ સાપ્તાહિકના ભૂતપૂર્વ તંત્રી રહી ચૂક્યા છે. Mission BHIM વેબસાઇટના સ્થાપક છે, જેના દ્વારા ડૉ. આંબેડકરના ગ્રંથો અને વિચારોનો પ્રચાર-પ્રસાર થાય છે. ‘કૉમનમૅનનરેન્દ્ર મોદી’ આ પુસ્તકનો દેશની ઘણી ભાષામાં અનુવાદ થયો તેમજ એના પરથી Eros Now પર વૅબસિરીઝ બની છે. તેમના 33 કરતા વધુ પુસ્તકો છે. ડૉ. આંબેડકર પરતેમનાં 9 પુસ્તકો છે. તેમણે અનેક પુસ્તકોનાં અનુવાદો તેમજ સંપાદનો કર્યાં છે. કિશોર મકવાણાને તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના હસ્તે ‘સામાજિકસમરસતા અને ભારતીય રાષ્ટ્રવાદ’ માટેના પત્રકારત્વ બદલ ‘નચિકેતા પુરસ્કાર’, નેપાળ ‘બૌદ્ધ ઇન્ટરનેશલ મિશન' તરફથી ‘તથાગત પુરસ્કાર', ‘પ્રતાપ નારાયણ મિશ્ર યુવાસાહિત્ય પુરસ્કાર’ અને ‘ગુજરાત ગૌરવ’ જેવા અનેક પુરસ્કારો તથા સામાજિક તથા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સન્માનિત થયા છે. અટલ બિહારી વાજપેયીની ઐતિહાસિકલાહોર બસયાત્રા સમયે પત્રકાર તરીકે લાહોર યાત્રા કરી છે. ઉપરાંત એક પત્રકાર તરીકે પાકિસ્તાન, નેપાળ, લંડન, મોરિશસ, ભૂતાનની મુલાકાત.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%