Niranjn Bhagat Vishesh (નિરંજન ભગત વિશેષ)

By Rajendra Patel (રાજેન્દ્ર પટેલ)

Niranjn Bhagat Vishesh (નિરંજન ભગત વિશેષ)

By Rajendra Patel (રાજેન્દ્ર પટેલ)

₹390.00

MRP ₹409.5 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

208 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Publication date

1 January 2024

Description

પ્રખર માનવતાવાદી,  લોકશાહી પ્રણાલિકાઓ માટે સજાગ અને હંમેશાં નાગરિકધર્મ બજાવનાર સાહિત્યકાર નિરંજન ભગત. એક કવિ હોવાની સાથે-સાથે ભગતસાહેબ પોતાની પ્રખર વિવેચનદૃષ્ટિ, વિવિધ સાહિત્યની ગહન સમજ અને સાહિત્ય પ્રત્યેની પોતાની નિષ્ઠા માટે પણ જાણીતા છે.‌ ભગતસાહેબના ચાહક અને સાહિત્ય અભ્યાસુ કવિ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ ભગતસાહેબની ધ્યાનાકર્ષક પ્રસ્તાવનાઓ, કવિ રાજેન્દ્ર શાહના કાવ્ય ‘ગોકળગાય’નો તેમણે કરાવેલો આસ્વાદ અને તેમને મળેલાં વિવિધ પારિતોષિકો પ્રસંગે આપેલાં વ્યાખ્યાનો‌નો સંચય એટલે આ પુસ્તક. પુસ્તકમાં પ્રસ્તુત સાહિત્યિક વિમર્શ ગુજરાતી સાહિત્યમાં એક આગવી ભાત ઊભી કરે છે.‌
ત્રણ ભાગમાં વિભાજિત આ પુસ્તકના પ્રથમ ભાગમાં કવિ સુંદરમ્, રાધેશ્યામ શર્મા, રીલ્કે, રવીન્દ્રનાથ ટાગોર, શ્રીકાંત શાહ અને મોહનદાસ પટેલ જેવા અગ્રણી સર્જકોનાં પુસ્તકો માટે ભગતસાહેબે લખેલી મૂલ્યવાન પ્રસ્તાવનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.‌ શ્રીકાંત શાહના કાવ્યસંગ્રહ ‘એક માણસનું નગર’નાં કુલ પૃષ્ઠો કરતાં પણ ભગતસાહેબની પ્રસ્તાવનાનાં પૃષ્ઠોની સંખ્યા વધુ છે જે તેમના ગહન અભ્યાસની સાક્ષી પૂરે છે. આવી જ રીતે બીજા વિભાગમાં સામેલ કવિ શ્રી રાજેન્દ્ર શાહના માત્ર ૧૩ અક્ષરના ટૂંકા કાવ્ય ‘ગોકળગાય’નો આસ્વાદ ભગતસાહેબે ચાર પાનાંમાં કરાવ્યો છે જે તેમની કાવ્યમર્મને પામવાની અદ્ભુત શક્તિ દર્શાવે છે. સુંદરમ્‌ની છંદસિદ્ધિ અને કાવ્યલાઘવની કલા પર ભગતસાહેબે સચોટ પ્રકાશ પાડ્યો છે.‌ જ્યારે રાધેશ્યામ શર્માની નવલકથા ‘સ્વપ્નતીર્થ’ પરની ભગતસાહેબની પ્રસ્તાવના સાહિત્યિક વિવેચનનો ઉત્તમ નમૂનો બની છે.‌
પોતાને મળેલા માન-સન્માનની વેળાએ તેમણે આપેલાં વિશિષ્ટ પ્રવચનોમાં તેમની સમાજનિષ્ઠા અને માનવતાવાદી વિચારો પ્રભાવિત કરે તેવાં છે. આપણી ભાષાના મૂર્ધન્ય સાહિત્યકાર ભગતસાહેબના નિજી તેમ જ સર્જક વ્યક્તિત્વનાં વિવિધ પાસાંને ઉજાગર કરતું આ પુસ્તક સાહિત્યના વિદ્યાર્થીઓ, સંશોધકો અને કવિતાના આસ્વાદકો માટે દિશાસૂચક બની રહેશે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%