Sougat Ekbijani (સૌગાત એકબીજાની )

By Kaajal Oza Vaidya (કાજલ ઓઝા વૈદ્યં)

Sougat Ekbijani (સૌગાત એકબીજાની )

By Kaajal Oza Vaidya (કાજલ ઓઝા વૈદ્યં)

₹200.00

MRP ₹210 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

144 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Publication date

1 January 2024

Description

આમ જુઓ તો આપણે જે કંઈ જીવ્યા છીએ તે ફરી ફરીને જીવી રહ્યા છીએ. આપણા મિત્રો, સ્વજન, પ્રિયજન, પરિવાર, પ્રેમી કે દુશ્મન બધા જ આપણી પાસેથી કંઈ લેવા કે કંઈઆપવા આપણને મળતા રહે છે. સુખ આપીશું તો એને પાછું લેવા માટે મળવું પડશે... દુઃખ આપીશું તો એ આપણને પાછું આપવા માટે આવશે. આમ જોવા જઈએ તો વિશ્વનીઆ રચના કેટલી અદ્‌ભુત છે! કદી ઝીરો-ઝીરો થાય જ નહીં. વ્યવહાર, વિચાર અને વ્યક્તિ એક વાર વર્તુળમાં દાખલ થયા પછી એમાંથી નીકળી ન શકે, એણે ફરી ફરીને એજ વિસ્તારમાં વહ્યા કરવું પડે!
[ 
પુસ્તકના ‘પીડાનો પ્રસાદ : મળેલાં જ મળે છે’ લેખમાંથી ]

આપણે બધા જ પ્રેમ તો કરીએ છીએ, પણ નિભાવતાં શીખ્યા નથી. પ્રેમ થયા પછી જે વ્યક્તિ સાથે જીવવાનું નક્કી કરીએ, લગ્ન કરીએ એ વ્યક્તિમાં નબળાઈ હશે જ નહીંએવું તો કેવી રીતે માની શકાય? જેને આપણે પ્રેમ કરીએ છીએ એ વ્યક્તિની છબી આપણા મનમાં ગમે તેટલી આદર્શ હોય, પણ એ વ્યક્તિ ક્યારેય ભૂલ નહીં કરે, ખોટું નહીંકરે કે એનાથી આપણને દુઃખ થાય એવું વર્તન થશે જ નહીં એવું તો કેવી રીતે ધારી શકાય? જે વ્યક્તિને આપણે આપણા જીવનસાથી તરીકે પસંદ કરી છે એ વ્યક્તિની સાથેજીવવાનો નિર્ણય આપણો પોતાનો હતો... સમજી-વિચારીને કરાયેલો એ નિર્ણય કદાચ થોડાં વર્ષો પછી ખોટો લાગે તો પણ એમાં આપણા જીવનસાથીની શું ભૂલ?
[ 
પુસ્તકના ‘ધ આર્ટ ઑફ લીવિંગ - જીવવાની કળા, છોડવાની નહીં’ લેખમાંથી ]

દરેક સ્ત્રીના નસીબમાં પૈસાવાળો, દિલદાર, દેખાવડો, સ્ટાઇલિશ, વાતોડિયો, જ્ઞાની, શિવલરસ અને સિંગલ પુરુષ ન જ હોય એ સ્વાભાવિક છે... દરેક સ્ત્રીને આવા પુરુષનીઝંખના હોય એ પણ સ્વાભાવિક છે પરંતુ પ્રેમમાં પડવા માટે પુરુષની બૅલેન્સ શીટ તપાસવાને બદલે એનું માનસિક અને સામાજિક બૅલેન્સ તપાસવામાં આવે તો સંબંધોનાંસમીકરણ કદાચ વધુ મજબૂત અને પ્રામાણિક રહી શકે.
[ 
પુસ્તકના ‘મૅન ઍન્ડ મૉલ્ટ... સિંગલ ઇઝ બેટર?’ લેખમાંથી ]



Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%