₹165.00

MRP ₹173.25 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

92 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Publication date

1 January 2024

Description

ખેતરમાં હળ ચલાવનાર ધરતીપુત્ર જ્યારે કાગળની ધરતી‌ પર કલમનું હળ ચલાવે છે ત્યારે ઊગે છે વાઢ જેવો નિબંધસંગ્રહ. કૃષિ વ્યવસાય સાથે જોડાયેલા પરિવારમાં સૌરાષ્ટ્રમાં જન્મેલા નીલેશ ગોહિલ ઋતુ પ્રમાણે પાક તો લણી જાણે છે, પરંતુ વાવણીથી લઈને લણણી સુધીની આખી પ્રક્રિયાને એક સર્જકની દૃષ્ટિએ માણે પણ છે. ખેતીના દરેક પડાવે આવનારી મુશ્કેલીઓ અને ઉપજ થયા પછીનો આનંદ નીલેશ ગોહિલે શબ્દબદ્ધ કર્યો છે પોતાના નિબંધસંગ્રહમાં. તેમના નિબંધોમાં તળપદી ભાષાની મીઠાશ સહજ રીતે ઉતરી આવી છે. ખેડૂતની મહેનતનો રંગ, પરસેવાની સુગંધ, થાક પછીની ઊંઘની મોજ અને ગ્રામ્યજીવન તથા ત્યાંની સંસ્કૃતિનું પ્રતિબિંબ પણ આ નિબંધોમાં નખશિખ ઝીલાયાં છે. ખેતરમાં ઊગેલા વધારાના ઘાસથી લઈને શેરડી એટલે કે વાઢના મીઠા મધુરા પાક તો નીલેશને આકર્ષે છે જ સાથે કૂવામાંથી પાણી કાઢવાના પંપનો ધ્વનિ અને સીમમાં આવતો પક્ષીઓનો કલરવ પણ આ નિબંધોમાં ગૂંજી ઊઠ્યો છે. આ નિબંધોમાં કૃષિજીવનના માત્ર છુટાંછવાયાં દૃશ્યો જ નથી ઉપસ્યાં, પરંતુ કૃષિસભર દિનચર્યાની એક આનંદયાત્રાની ઝાંખી પણ છે.‌ ખેતરનાં ચાસ, શેઢા, વાડ્ય, નદી, કૂવા, પવનના સુસવાટા, માટીની સુગંધ, હળ, બળદ, ગાડાં, રાસ, સાંતી, શિરામણ અને વાળું, માયાળું માતા અને કડક બાપુ આ નિબંધોનો આગવો શણગાર છે. જ્યારે બદલાતી ઋતુઓ અને ઉજવાતા તહેવારો અહીં તેમની ભાતીગળ સુવાસ પ્રસરાવે છે. નિબંધોમાં તળપદી બોલીનાં ક્રિયાપદો અને વિશેષણો આગવો ધ્વનિ ઉપજાવી વાચકને નવી દુનિયામાં લઈ જાય છે. ભાંગતાં જતાં ગામડાં અને વધતા જતા શહેરીકરણના સમયમાં નીલેશ ગોહિલના‌ નિબંધો વાચકને પોતાના મૂળ સાથે જોડી ગ્રામ્યસંસ્કૃતિનો છાંયડો પૂરો પાડે છે. 


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%