Varta Shokhin Juibahen (વાર્તા શોખીન જૂઈબહેન)

By Pushpa Antani (પુષ્પા અંતાણી)

Varta Shokhin Juibahen (વાર્તા શોખીન જૂઈબહેન)

By Pushpa Antani (પુષ્પા અંતાણી)

₹170.00

MRP ₹178.5 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Children's Literature

Print Length

56 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Publication date

1 January 2024

Description

વાર્તા સાંભળવી કોને ના ગમે? એમાંય વળી બાળકોને તો વાર્તા સાંભળ્યા વગર નીંદર જ ના આવે. આવાં જ એક વાર્તાનાં શોખીન છે નાનકડાં, રૂપકડાં જૂઈબહેન. જે તેમનાં ભાભી પાસેથી હંમેશાં વાર્તા સાંભળવાની જીદ કરે. અને ભાભી વાર્તા માંડે એટલે ટીંકુ, બીંકુ, ડૉલી, ટીનો અને જૂઈબહેન, બધાં જ ભેગાં મળીને વાર્તા સાંભળવા બેસી જાય. વાર્તામાં આવે જંગલના રાજા સિંહ, હૂપાહૂપ કરતા વાંદરાભાઈ, બેં બેં કરતાં બકરીબહેન, ચીં ચીં કરતાં ચકલીબહેન, બગલાભાઈ અને લુચ્ચું શિયાળ પણ.  પ્રાણીઓ અને પક્ષીઓની આસપાસ ગૂંથાયેલી આ વાર્તાઓ બાળકોને કલ્પના અને કુતૂહલની અનેરી દુનિયામાં લઈ જાય છે. સાથે તેમનામાં નીતિઘડતરનો પાયો નાખી તેમના ચરિત્રને ઉજ્જવળ બનાવે છે. કેટલીક વાર્તાઓ બાળકને એકતા અને સૌહાર્દપૂર્ણ જીવનના પાઠ ભણાવી તેમનામાં ભાવનાત્મક વિશ્વનું નિર્માણ કરે છે. તો કેટલીક વાર્તાઓ હિંમત, મહેનત, સત્યપાલન, આજ્ઞાંકિતપણા જેવા પાયાના આદર્શોનું નિરૂપણ પણ કરે છે.‌
આપણી માતૃભાષા ગુજરાતીમાં કહેવાયેલી આ રંગીન સચિત્ર વાર્તાઓ બાળકોને વાંચવાની તો મજા આવશે જ, સાથે દરેક વાર્તા સાથે છપાયેલો QR કોડ સ્કેન કરી પોતાની મનગમતા ડિવાઇસ પર આ વાર્તાઓ સાંભળી પણ શકશે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%