Chintan Satrangi (ચિંતન સતરંગી)

By Krishnakant Unadkat (કૃષ્ણકાંત ઉનડકટ)

Chintan Satrangi (ચિંતન સતરંગી)

By Krishnakant Unadkat (કૃષ્ણકાંત ઉનડકટ)

300.00

MRP ₹330 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Self-Help

Print Length

336 pages

Language

Gujarati

Publisher

Navbharat Sahitya Mandir

Publication date

1 January 2017

ISBN

9789351980612

Weight

300 Gram

Description

કૃષ્ણકાંત ઉનડકટ ‘દિવ્ય ભાસ્કર’ દૈનિક, અમદાવાદમાં મેગેઝિન એડિટર છે. તેમની ‘ચિંતનની પળે’ કોલમ ‘દિવ્ય ભાસ્કર’ની બુધવારની ‘કળશ’ પૂર્તિમાં પ્રસિદ્ધ થાય છે. આ કોલમ અગાઉ ‘ગુજરાત સમાચાર’ દૈનિકની રવિ પૂર્તિ ‘સંદેશ’ દૈનિકની રવિવારની સંસ્કાર પૂર્તિ તથા ‘અભિયાન’ સાપ્તાહિકમાં પ્રસિદ્ધ થતી હતી. ‘ચિંતનની પળે’ કોલમના લેખોના સંગ્રહનું આ સાતમું પુસ્તક છે. આ અગાઉ લેખકના ‘ચિંતનની પળે’ (પાંચ આવૃત્તિ) ‘ચિંતનને ચમકારે’ (ત્રણ આવૃત્તિ), ચિંતનને અજવાળા (બે આવૃત્તિ) અને ચિંતન @24x7 (બે આવૃત્તિ) અને ચિંતન Rocks અને અહા ! ચિંતન પુસ્તક પ્રસિદ્ધ થયા છે. આ ઉપરાંત કાના બાંટવા સાથે ‘આમને -સામને’નામનું પુસ્તક પણ પ્રસિદ્ધ થયું છે. ‘ચિંતનની પળે’ કોલમ ઉપરાંત ‘દિવ્યભાસ્કર’ની રવિવારની ‘રસરંગ’ પૂર્તિમાં તેમની ‘દૂરબીન’ કોલમ પ્રસિદ્ધ થાય છે. ચિંતનાત્મક લેખો ઉપરાંત સાંપ્રત પ્રવાહના સામાજિક તથા રાજકીય લેખોમાં તેમની હથોટીથી વાચકો સુપેરે પરિચિત છે. ટેલિવિઝન પર ખાસ કાર્યક્રમો તથા રાજકીય વિશ્લેષણ માટે પણ તેઓ જાણીતા છે. જીવન અને પોઝિટિવ થિંકિંગ વિશેના તેમનાં પ્રવચનો માણવા પણ લોકોને ગમે છે. સાડા ત્રણ દાયકાની પત્રકારત્વની કરિયર દરમિયાન તેમણે જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, વડોદરા, સુરત, દિલ્હી અને અમદાવાદ જેવાં શહેરોમાં તંત્રી તરીકે ફરજ બજાવી છે. તેમના લેખોમાં માનવીય સંવેદના ખીલી ઊઠે છે. સંબંધ, પ્રેમ, લાગણી અને જિંદગી વિશે તેમનું ચિંતન જરાયે ભારેખમ લાગતું નથી અને દિલને સ્પર્શી જાય છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%