₹160.00
MRPGenre
Romance
Print Length
216 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2014
ISBN
9788184409086
Weight
200 Gram
લાંબા સમય બાદ ચાર મિત્રોની વચ્ચેની મુલાકાતની સામાન્ય ઘટનાથી સોફ્ટવેર એન્જીનીયર રવિન પુસ્તકની શરૂઆત કરે છે. જે રવિનને પોતાની માટે કોઇ જીવનસાથી શોધવાની પ્રેરણા આપે છે અને પોતાની પસંદના હમસફર શોધવાની વાત ઓનલાઇન મેટ્રીમોનીયલ સાઇટમાં રજીસ્ટ્રેશન સુધી પહોંચે છે. શરૂઆત ધીમી પણ સરસ રીતે થાય છે જેમાં વેબસાઇટ દ્વારા ખુશી નામની છોકરી તેના સંપર્કમાં આવે છે. (જે રવિનના બાયોડેટા દ્વારા તેને સંપર્ક કરે છે અને ઘણી સરળતાથી શરૂઆત થાય છે એક લવ સ્ટૉરીની…) આજના ફાસ્ટ જમાનામાં પણ એકબીજાને પ્રત્યક્ષ મળ્યા કે જાણ્યા વગર, માત્ર બાયોડેટા અને ફોટો જોઇને, અને મોબાઇલથી વાતો કરીને પ્રેમમાં પડવાની વાત સુધી પહોંચતું આ પુસ્તક અતિશ્યોક્તિ વગરના શુધ્ધ, નિખાલસ અને સરળ પ્રેમનું સુંદર આલેખન જોવું હોય તો આ બુક એકવાર વાંચવી જ પડે! વાંચતી વખતે કે આખરે બધું ઠીક થઇ જ જશે અને આનંદ-ઉત્સવની વાત સાથે આ પુસ્તકનો અંત આવશે. પરંતુ અંત આવો હોઇ શકે ? જો આ પુસ્તકના અંતમાં તમારી આંખોમાં આંસુ આવી જાય તો સમજી લેવું કે તમારી અંદર પણ એક સંવેદનશીલ વ્યક્તિ હજુ જીવે છે.
0
out of 5