₹150.00
MRPGenre
Activity And Game Books
Print Length
116 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth and Co. Pvt. Ltd
Publication date
1 January 2021
ISBN
9789390572908
Weight
160 Gram
એક નીવડેલું નાટક, રાષ્ટ્રીય રંગમંચો પરથી હવે આ પુસ્તક રૂપે આપના હાથમાં!
નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામાના તેમ જ પૃથ્વી થિયેટર્સના રસજ્ઞ રંગમંચો પર દિલ્લી અને મુંબઈના રાષ્ટ્રીય નાટ્યમહોત્સવોમાં ભજવાયેલું આ નાટક,‘અશ્વત્થામા આજે પણ જીવે છે (અને હણાય છે)’, ગુજરાતના સમર્થ અને વિલક્ષણ નાટ્યકારનું યશસ્વી અને નીવડેલું નાટક છે,
રંગભૂમિના રસિયાઓનું માનીતું આ નાટક જેને ‘અશ્વત્થામા’નું નામ કપટ માટે કપટપૂર્વક અપાયું હતું એવા પેલા એક હાથી વિશેનું નાટક છે. બલ્કે, મહાભારતના સમયના એ નવજાત મદનિયાની, એની માતા ‘જયમંગલા’ હાથણીની, એના મહાવતની, મહાવતની પત્નીની વાત છેઃ અદનાં જાનવરો અને અદના માણસોની વાત. નિર્દોષના નિકંદનની વાત!
પણ પુરાણા સમયની એ વાત આપણી સામે આપણા આજના સમયના સંદર્ભે આવે છે. ગઈ કાલના કુરુક્ષેત્રની વાત ભજવાય છે આજની એક કૉલેજની કેન્ટીનના માહોલમાં! આપણા આજનાં કપટો માટે આજે પણ અનેક ‘અશ્વત્થામા’ઓનો ભોગ કઈ કરામતોથી લેવાય છે, નિર્દોષોનું નિકંદન કયે બહાને થતું રહે છે, એની વાત પણ આ નાટક રંગમંચની રીતે રજૂ કરે છે. – ગરીબડા આદિવાસી શનાની વેદનાઓની વાત, સર્કસની ઘરડી હાથણી ‘વિક્ટોરિયા’ના વેચાણની વાત.
એ આખી લોહિયાળ વાતનું મંચન થાય છે, આજની એક કૉલેજની કેન્ટીનમાં પાંગરતા પ્રથમ પ્રણયના ખૂશ્બોદાર વાતાવરણમાં! એકમેકમાં મગ્ન છતાં યે પરાયી પીડાને પામી શકતાં એવાં વડોદરાની મ.સ. યુનિવર્સિટીનાં નવજુવાન વિદ્યાર્થીઓ, પલ્લવી અને જિતેન્દ્ર, અરસપરસ વાતો કરતાં જાય છે અને આપની સામે પ્રગટતી જાય છે એક કપટી તો યે કરુણાભરી દુનિયા, ગઈ કાલના અને આજના મહાભારતોની, આપણી પોતાની દુનિયા.
પ્રાચીન અને સાંપ્રતની, મિથિક અને પોલિટિકલની, કલ્પના અને વાસ્તવની નાટ્યોચિત ગૂંથણી એક રંગકુશળ નાટ્યલેખક કવિ કઈ રીતે કરે છે, એ આપ જ જુઓ, આ પુસ્તકમાં . . .
0
out of 5