₹125.00
MRPGenre
Business & Management
Print Length
104 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth and Co. Pvt. Ltd
Publication date
1 January 2019
ISBN
9789388882910
Weight
110 Gram
ભગવદગીતા એ ધાર્મિક પુસ્તક નથી જ. ભગવદગીતા એ Art of Living એટલે કે જિંદગીને જીવવાની કળા શીખવતું અદ્ભુત ઘરેણું છે. શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલો આ સંદેશ સમગ્ર માનવજાત માટે આદર્શ જીવન કેવી રીતે જીવી શકાય તેનું માર્ગદર્શન કરે છે. ભગવદગીતા એટલે સમસ્ત જીવનને સારી રીતે જીવવા માટે લાયક બનાવતી એક જંગમ વિદ્યાપીઠ! સદીઓ પહેલાંની આ વાતો આજે પણ મોર્ડન સંદર્ભેમાં જીવનના અનેક ક્ષેત્રે મૂલ્યવાન અને ઉપયોગી બને છે. જીવન હોય કે કુટુંબ, અધ્યાત્મ હોય કે મૅનેજમૅન્ટ, રાષ્ટ્ર હોય કે વિશ્વ - તમારી દરેક મૂંઝવણનો ઉકેલ તમને અહીંથી મળશે. સૃષ્ટિમાં એવો કોઈ પ્રશ્ન નથી કે જેનો ઉત્તર ભગવદગીતામાં ન હોય! જીવનમાં પ્રત્યેક પળે અને સ્થળે મૅનેજમૅન્ટ જોવા મળે છે. પ્લાનિંગ વગર કોઈ જ ઑર્ગેનાઇઝેશન ફંક્શન કરી શકતું નથી અને કરવા જાય તો કંટ્રોલિંગ પાવર જળવાતો નથી, પરિણામે જીવન સ્વયં નાના-મોટા પ્રશ્નોથી ઘેરાઈને યુદ્ધના મેદાન જેવું બની જાય છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં કૃષ્ણ ભગવાને અર્જુનને જીવન, સંબંધો અને યુદ્ધની અનિવાર્યતા વચ્ચે બેલેન્સ જાળવીને કઈ રીતે સફળતા મેળવવી એનું મૅનેજમૅન્ટ ભગવદગીતાના માધ્યમથી સમજાવ્યું છે. મૅનેજમૅન્ટ ફૅમિલીનું હોય કે કંપનીનું, એમાં Five `M'ની ભૂમિકા ખૂબ અગત્યની છે. એ Five `M' કયા છે અને જીવનના યુનિક મૅનેજમૅન્ટ માટે એનું શું ફંક્શન છે તે તમને આ પુસ્તકમાં જાણવા મળશે.
0
out of 5