Logo

  •  support@imusti.com

Shreyarthini Sadhana (શ્રેયાર્થીની સાધના)

Price: ₹ 150.00

Condition: New

Isbn: 9788172296520

Publisher: Navajivan Trust

Binding: Paperback

Language: Gujarati

Genre: Literature and Language,

Publishing Date / Year: 2014

No of Pages: 267

Total Price: 150.00

    0       VIEW CART

મરહૂમ કિશોરલાલભાઈ મરનારાંની પાછળ તેમનાં સ્મારકો, જીવનચરિત્રો વગેરે કરવાની વિરુદ્ધ હતા. મરણ પૂર્વે થોડાં વર્ષ અગાઉ ‘મરણવિધિ’ નામના એમના એક લેખે જબ્બર પ્રસિદ્ધિ મેળવેલી. પણ એમના અવસાન પછી આ જીવનચરિત્ર લખાવા અંગેની ચર્ચામાં એક શ્રદ્ધેય મુરબ્બીની દલીલે ચુસ્ત વલણવાળા મિત્રોને નિરુત્તર કર્યા?: ‘પોતાના દેશકાળ અને સમકાલીન સમાજને પોતાના પ્રખર વિચારબળ, અવિરત કર્મયોગ અને નિર્મળ ચારિત્ર્યગુણોથી પ્રભાવિત કરનાર વ્યક્તિઓ અને વિભૂતિઓનાં જીવનચરિત્રો ન લખવાં તો શું વ્યસની, દુરાચારી, સટોડિયા, કાળાબજારિયા કે સિનેમા સ્ટારનાં જ ચરિત્રો લખીલખાવીને પ્રજાને ઉચે ચડાવવાની આશા રાખવી?” આ પછી સ્વર્ગસ્થના નિકટતમ મિત્ર અને જીવનભરના સાથી શ્રી નરહરિભાઈએ આ ચરિત્ર લખવાનું માથે લીધું. ... *** આ ગ્રંથરૂપે શ્રી નરહરિભાઈએ કરેલા ચરિત્રનિરૂપણ વિશે તેમ જ તેની રચના વિશે લખવાની ધૃષ્ટતા ન કરું. એમના જેવા સમત્વશીલ અને નિકટતમ સાથીએ જાતે અપંગ છતાં અત્યંત પ્રેમ અને ભાવથી આવડો પરિશ્રમ ખેડીને આ ચરિત્ર લખવાનું માથે લીધું અને શુષ્ક લેખાતા વિષયોની રજૂઆતમાં પણ classic (ક્લાસિક)નો દરજ્જો પામેલી એમની અનેક ગ્રંથરચનાઓમાં એક નિર્મળ શાંત classic (ક્લાસિક)નો ઉમેરો કર્યો એથી વધુ અનુરૂપ અને સોહામણું બીજું શું હોઈ શકે? જે યોગ્યતાપૂર્વક કિશોરલાલભાઈએ ગાંધીજીની પાછળ ‘હરિજન’ પત્રોનું સંપાદન કર્યું તે જ યોગ્યતાપૂર્વક નરહરિભાઈએ ચરિત્રગ્રંથનું નિર્માણ કર્યું છે. —સ્વામી આનંદ