₹150.00
MRPGenre
Print Length
208 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2015
ISBN
9788193242339
Weight
215 gram
ગાડી સ્ટેશન આગળ અટકી. બગલમાં પોટલું મારી કેશુભાઈની પાછળ ચાલ્યો. જોઉં છું તો બે મિત્રો મને વળાવવા આવેલા. ભાયલો અને ધમલો. અમે ડબ્બામાં બેઠા. મેં પોટલું છોડ્યું અને અંદરથી બે ભમરડા કાઢ્યા. હાથ લંબાવી મારા મિત્રોને મેં ભેટ આપી દીધા. મારો વિચાર ભમરડા અમદાવાદ લઈ જવાનો હતો. મિત્રોને જોઈ એ વિચાર માંડી વાળ્યો. ધમલાની પાછળ રાતડો ઊભો હતો. એ પણ કંઈ સંદેશા પાઠવતો હતો. સીટી વાગી. રાતકે રુદન શરૂ કર્યું. ધમલે અને ભાયલે હાથ ઊંચા કર્યા. ધીમે ધીમે ટ્રેન ઊપડી. ડબ્બાની બારીની બહાર હું ડોકું કાઢી ઊભો રહ્યો દૂરથી જ્યારે મિત્રો દેખાતા બંધ થયા હતા ત્યારે ઝીણો અવાજ આવ્યો. ‘વજિયા...આવજે...’.
0
out of 5