Coffee Stories (Coffee સ્ટોરીઝ)

By Raam Mori (રામ મોરી)

Coffee Stories (Coffee સ્ટોરીઝ)

By Raam Mori (રામ મોરી)

175.00

MRP ₹192.5 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novels & Short Stories

Print Length

168 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth and Co. Pvt. Ltd

Publication date

1 January 2018

ISBN

9789351228325

Weight

268 Gram

Description

એક સિપ હૂંફાળા સંબંધોને નામ! €૦૪૯ટ સ્ટોરીઝ. કૉફી કે ચાના એક કપ સાથે પૂરી થઈ જતી કથાઓ. આપણી સંસ્કૃતિ કથા અને કથનરૈલીની સંસ્કૃતિ રહી છે. કથાઓ આપણી આસપાસ દરેક ક્ષણે જીવાતી જ હોય છે. ધબકતી હૂંફાળી કથાઓ, સમાજના ડરથી સંકોડાયેલી તર નીચે ઠરી ગયેલી કથાઓ, પહેલાં જ ઘૂંટડે કડવી ઝેર લાગતી કથાઓ તો એક એક સિપ સાથે વધુને વધુ ગળચટ્ટી બનતી કથાઓ. નજરની સામે દરરોજ ભજવાતી એવી કથાઓ જે હજુ સુધી આપણા ધ્યાનમાં જ નથી આવી અથવા એવી કથાઓ જે સતત ધ્યાનમાં તો આવી છે પણ આપણે સતત આંખો મીંચી રાખી છે. કથાઓ એવી જેમાં આપણું પોતાનું મૌન ઘૂંટયેલું રહ્યું છે ને એ મૌનની પરિભાષાને પણ લોકો ઉકેલી જાણે છે તો એવી પણ કથાઓ જેમાં ચિલ્લાઈ ચિલ્લાઈને પીડાને પોકારવામાં આવી હોય એમ છતાં એને સાંભળનાર કોઈ નથી હોતું. દઝાડતી, ફરિયાદ કરી લાલ આંખ કરીને આપણી સામે એકધારું જોઈ રહી છે એવી કથાઓ અને જે મૂંગા મોઢે જગજૂનો અત્યાચાર વેંઢારી ઢબૂરાયેલી છે એવી કથાઓ પણ. બસ... આ પુસ્તકમાં એ. બધી કથાઓ વિશે વાત કરવાનો પ્રયત્ન છે. આ "લઘુ' કથાઓમાં રહેલો "ગુરુ' વાચકને સ્પર્શી જાય તો કથા સદૈવ મંગલમ્‌! ગુજરાતી ભાષામાં લખાયેલી આ ૫૧ એવી કથાઓ છે જે આપણી ભાષાનું હીર છે, આપણી ભાષામાં ઘૂંટયેલાં એવા સંવેદન છે જે સતત આપણી સાથે કે આપણી આસપાસ જીવાતા રહ્યાં છે. આ કથાઓ કોઈ ઉપદેશ કે બદલાવની વાત નથી કરતી પણ વર્તમાન સ્થિતિ-પરિસ્થિતિ તરફ નક્કર આંગળી ચીંધે છે...


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%