By Edited By Urmi Ghanshyam Desai, Deepak Doshi (ઉર્મિ ઘનશ્યામ દેસાઈ/દીપક દોશી દ્વારા સંપાદિત)
By Edited By Urmi Ghanshyam Desai, Deepak Doshi (ઉર્મિ ઘનશ્યામ દેસાઈ/દીપક દોશી દ્વારા સંપાદિત)
₹350.00
MRPGenre
Print Length
185 pages
Language
Gujarati
Publisher
Bharatiya Vidya Bhavan
Publication date
1 January 2018
ISBN
9788172765897
સમયનો પ્રવાહ સતત વહેતો રહે છે. ઘનશ્યામ દેસાઈ આપણને છોડીને જતા રહ્યા અને આઠ વર્ષ વીતી ગયાં છે. બીજાં પચાસ વર્ષ વીતી જશે પણ આ નેકદિલ ઇન્સાનની યાદ જીવંત જ રહેવાની છે. જેની રગેરગમાં અનોખી સર્જનાત્મકતા સતત વહેતી એવા ઘનશ્યામની નજાકત એવી કે ભીની માટી પર ચાલે તો પગલાં ન પડે. ભારતીય વિદ્યા ભવનના સામયિક ‘સમર્પણ’ (પછીથી ‘નવનીત સમર્પણ’) સાથે ઘનશ્યામે પચાસથી વધુ વર્ષ વિતાવ્યાં હતાં. પ્રથમ સહાયક સંપાદક તરીકે, પછીથી સંપાદક તરીકે અને એ પછી માર્ગદર્શક તરીકે, સમર્પણ આપણી ભાષાને સમર્પિત રહ્યું છે, તો ઘનશ્યામ આજીવન સમર્પણને સમર્પિત રહ્યા હતા. ભારતીય વિદ્યા ભવને ઘનશ્યામનું ઋણ ઉતારવું છે. એ માટે એમના જીવન અને કવનને આવરી લેતા એક ગ્રંથનું અમે આયોજન કર્યું છે. એમાં વ્યક્તિ ઘનશ્યામભાઈ, સંપાદક ઘનશ્યામ, સર્જક ઘનશ્યામ, મિત્ર ઘનશ્યામ એમ ઘનશ્યામ એમ ઘનશ્યામ દેસાઈનાં બને એટલાં પાસાંને આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવશે. એ ગ્રંથ નહીં હોય સંબંધોને વાગોળતો સ્મૃતિગ્રંથ કે નહીં હોય અભિનંદન ગ્રંથ જેવા કોઈ સ્તુતિગ્રંથ. અમારો પ્રયાસ સ્મૃતિ અને મૂલ્યાંકન એમ બંને રીતનો હશે. અમારો પ્રયાસ આવનારી પેઢીને એક જ સ્થળે, સર્જક સંપાદક અને માણસ ઘનશ્યામ મળી રહે એ માટેનો છે. એટલે અમે ઘનશ્યામભાઈના સંપર્કમાં આવેલા મિત્રોને, સમર્પણના લેખકોને, સ્વજનોને, ભલે ખાસ સંપર્કમાં ન આવ્યાં હોય, પણ ઊંડી વસ્તુનિષ્ઠ સમીક્ષા કરી શકનારા સમીક્ષકોને વિષય બાંધીને લખવા માટે ઇજન આપ્યું કે જેથી પુનરુક્તિ અને ઠાલી સ્તુતિને ટાળી શકાય. - હોમી દસ્તુર નિમંત્રણપત્રમાંથી
0
out of 5