₹200.00
MRPઅરબી સમુદ્રને કિનારે એ એક એકાંત સ્થળ હતું. ઊછળતાં મોજાંની ફરફર વચ્ચે ઊભી ઊભી હું એ વિશાળ તોફાની મહાસાગર તરફ તાકી રહી હતી. એટલામાં એક એકાકી શુભ્ર શ્વેત પક્ષી પાણી પરથી ઊડતું પસાર થયું. તે ક્ષણે એ પક્ષી સંસારના સાગર પરથી પસાર થતા શાંત અને અલિપ્ત આત્માના પ્રતીકરૂપ મને લાગ્યું. આપણો અંતરાત્મા પણ એવો જ નથી? જીવનની કોઈ વિરલ ક્ષણે ઊંડા આત્મજ્ઞાનની ભૂખ જાગી ઊઠે છે ત્યારે જ એની પ્રતીતિ થાય છે. આ જાતની લાગણી દરેક માણસને તેના જીવનની શરૂઆતમાં આ શું છે તેની પૂરી ખબર પણ ન હોય તોયે સ્પષ્ટ અને સાદી રીતે થાય છે. પાછળના દિવસોમાં ઈશ્વરના અનુગ્રહથી જિંદગીનાં સુખદુ:ખ તેના સાચા સ્વરૂપમાં સમજાતાં જાય છે ત્યારે કંઈક અંશે સભાન સમજણ સાથે આ ભાવના વધારે સ્પષ્ટ બને છે. મોતીની માળાની દોરી દરેક મોતીમાંથી પસાર થાય છે અને છેવટે તેના બન્ને છેડા જોડાઈ જાય છે તેમ આ ભાવ જિંદગીમાં એકધારો ચાલ્યો આવે છે.
0
out of 5