₹200.00
MRPગ્રીકતત્ત્વચિંતક પ્લેટોકૃત સૉક્રેટિક ડાયલૉગ્ઝ આ સંવાદમાં સૉક્રેટિસ શિષ્યોને એમ સમજમાં ઉતતારે છે કે ચિત્તશુદ્ધિ વડે જ આત્મસ્મૃતિ જાગે છે. તેથી માણસે તો તૃષ્ણા અને વાસનાનો ત્યાગ કરવો જોઈએ અને સદાચારપૂર્વક ચિત્તશુદ્ધિની કેળવણી સતત કરતા રહેવી જોઈએ. મૃત્યુ માટે અપાયેલ જીવલેણ ઝેરને સૉક્રેટિસ સાવ સહજ રીતે પીએ છે અને તેની અસરથી ઠંડા પડતાં અંગો સાથે મૃત્યુને આવતું જોતાં જોતાં શાંતિથી મૃત્યુ પામે છે. સૉક્રેટિસની આ આખરી ઘડીની પહેલાંના કલાકો દરમિયાન શિષ્યો સાથે થયેલા સંવાદની પ્લેટોની કલમે આ રજૂઆત વાચકને છેક સુધી પકડી રાખે છે, અને તેને પવિત્ર જીવન માટે અને અવિનાશી આત્માની દિવ્યતા માટે જાગ્રત કરે છે. સૉક્રેટિસની વાણી કોઈ સાંપ્રદાયિક ધાર્મિકતામાંથી નહીં, પણ આત્મજ્ઞાનીના સ્વાનુભવમાંથી નીકળે છે એમ વાચક અનુભવે છે. આ ગ્રંથ મુજબ સૉક્રેટિસની વિચારપદ્ધતિ શીખનાર પ્રજા પોતાની અંધશ્રદ્ધાઓને તપાસીને તેમાંથી મુક્ત બની શકે છે. તે ક્ષણભંગુર જીવનનાં અસત્યને અને શાશ્વત જીવનનાં સત્યને સમજી શકે છે. — ચિત્તરંજન વોરા
0
out of 5