₹200.00
MRPGenre
Novels & Short Stories
Print Length
224 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9788184802276
Weight
788 Gram
વ્યક્તિ, કુટુંબ, સમાજ, જાહેરજીવન, ધર્મ, પ્રભુ - કેટકેટલા વિષયો એમના નિબંધોમાં આવરી લેવાયા છે. પરંતુ આ જૂજવાં રૂપ - ઇન્દ્રધાનુંષ્યની આ આકર્ષક લીલા પાછળ સતત ચમકતો દેખાય છે તે તો એકમાત્ર શ્વેતરંગ છે. એ ચારુતાભરી મોહક સૌન્દર્યલીલા જેમાંથી પ્રગટી છે એ તો છે એમનો શ્વેતરંગ। એ જીવનપ્રેમ છે, પ્રભુપ્રેમ છે, પ્રભુનીષ્ટા છે. પ્રભુશ્રદ્ધાનો આ શ્વેતરંગ એમનાં લખાણોને બારીકાઇથી અવલોકનારની નજરે ચડ્યા વિના ભાગ્યે જ રહે. કિશોરો-યુવાનો-વિદ્યાર્થીઓનાં પ્રશ્નો કે મૂંઝવણોને, શિક્ષકોની નિષ્ટને કે દિલ-ચોરીને, પરીક્ષાની પદ્ધતિને કે વાલીઓની દોડામ્ડોદને,સમાજના સરખોતા રિવાજોને કે સામાજિક સંબંધોની અટપટી માયાને, આપણાં પર્વો-ઉત્સવોના અર્થ્ઘતાનોને એ વાચા આપતા હોય છે ત્યારે એની પાછળનો સંસ્કૃતિક સંદર્ભ પ્રગટ થઈને અંતે પેલો દિલનો શ્વેતરંગ એમાંથી ઝબક્યા વિના રહેતો નથી.
એમના લાઘુલેખો સુરેખ અને સુશ્લિષ્ટ હોય છે. એમના આરંભ અને અંત પણ ચોટદાર હોય છે. કથનથી, વર્ણનથી, કોઈક વાર્તાના અંશથી, અવતરણથી કે કુત્રવાક્યથી એ પોતાનો લેખ આરંભે છે અને પછી ક્રમે ક્રમે વિચારનું - ભાવનું - પુષ્પ ખીલતું જાય છે અને અંતે એની પૂર્ણતાથી અહ્લાદનો અનુભવ કરાવી, વાચકના ચિત્તમાં વિચાર-ભાવનો તણખો મૂકતું જાય છે.
0
out of 5